સુરત
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગર ખાતે નજીવી બાબતમાં બે જૂથ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. લારી મુકવાની જગ્યાનો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા જેને આધારે પોલીસે જાણવા જાેગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં મારામારી જેવી બાબતો હવે સામાન્ય બની ગઈ છે. નાની મોટી વાતોમાં અને બાબતોમાં એકબીજા ઉપર હુમલાઓ કરવામાં આવે છે તો ક્યાંક જાહેરમાં મારામારી કરવામાં આવે છે. આવી જ સામાન્ય બાબતમાં મારામારી સુધી પહોંચી ગયેલી ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગર ખાતે જાહેરમાં મારામારી થઈ હતી. બે ગ્રુપ વચ્ચે મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયા હતા. નજીવી બાબતમાં મારામારીની આ ઘટના બની હતી. જેમાં નાના વેપારી દ્વારા લારી મુકવાની બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ પ્રતાપ નગર ખાતે કપડાની દુકાનની બહાર જાહેર રસ્તા પર બે વેપારી લારી મુકવા બાબતે ઝઘડો કર્યો હતો. જાેકે જાેતામાં ઝઘડો ઉગ્ર બની જઈ મારામારી સુધી પહોંચી ગયો હતો. જાહેરમાં મારામારીના વીડિયો કોઈ દ્વારા મોબાઈલમાં બનાવાતા તે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જાેકે ઘટનાને પગલે લિંબાયત પોલીસને જાણ થતા પોલીસે આ અંગે જાણવા જાેગ દાખલ કરી બંને ગ્રુપ વચ્ચે સમાધાન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


