Gujarat

સુરતમાં મીટર પેટી નાખવા ૩૫ હજારની લાંચ માંગતા ૩ રંગેહાથ પકડાયા

સુરત
સુરતના વરાછા યોગીચોક નજીકના સ્વસ્તિક પ્લાઝા શોપીંગ સેન્ટરમાં આવેલા અવધ મોબાઇલ દુકાનની સામેના રોડ ઉપરથી એસીબીએ ડીજીવીસીએલના બે કર્મચારીઓ સહિત ૩ જણાને ૩૫ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા હતા. મીટર પેટી ફરીથી નાખવા બાબતે લાંચ માગતા એસીબીમાં ફરિયાદ કરાઈ હતી. હાલ લાંચ લેતા ઝડપાયેલા ત્રણેયની તપાસ ચાલી રહી હોવાનું એસીબીએ જણાવ્યું છે. ફરીયાદીની ઓફિસમાં લાઇટબીલ ભરેલું ન હોવાથી ડીજીવીસીએલયોગીચોક સબ ડીવિઝન કચેરીના અધિકારીઓ ઓફીસમાંથી મીટર પેટી કાઢી ગયા હતા. જે મીટરપેટી ફરીથી લગાવી આપી અને લાઇટ ચાલુ કરી આપવા માટે વીજ કંપનીના નાયબ ઈજનેર સહિત ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટએ રૂપિયા ૩૫ હજારની લાંચ માગી હોવાની ફરિયાદ મળી હતી. એસીબીએ ફરિયાદના આધારે હેતુલક્ષી વાતના રેકોર્ડિંગ પૂરાવા ભેગા કરી છટકું ગોઠવી ત્રણેય આરોપીઓને ૨૪મીએ લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે લાંચની રકમ રિકવર કરી આગળની તપાસ હાથ ધરી છે. ટ્રેપીંગ અધિકારી તરીકે એસ.એન.દેસાઇ, પો.ઇન્સ., સુરત શહેર એસીબી પો.સ્ટે. તથા એસીબી સ્ટાફ અને સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી, સુરત એકમ એ કામગીરી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *