સુરત
સુરતમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ રેટ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે જાણે સુરત એ ગુજરાતમાં નહીં પણ બિહારમાં આવ્યું હોય તેમ રોજબરોજ ત્યાં ચોરી, લુંટ,ફાંટ, છેડતી, દુષ્કર્મ અને મર્ડરના કેસોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ચેઈન સ્નેચિંગના બનાવમાં વધારો થયો છે. વરાછાના અંકુર ચાર રસ્તા પાસે ભાજીવાલા કમ્પાઉન્ડના નાકે જાહેર રોડ પર મોર્નિંગ વોક કરતાં યુવકના ગળામાંથી ૪ તોલા સોનાના ચેઈનનું સ્નેચિંગ કરીને મોપેડ પર આવેલા બે લબરમૂછિયા નાસી જવામાં સફળ રહ્યાં હતાં. બાદમાં યુવકે પોલીસમાં ફરિયાદ આપતાં વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકુર ચાર રસ્તા પાસે આવેલા વિષ્ણનગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ ગુજરાતી મોર્નિંગ વોક પર નીકળ્યા હતાં. એ દરમિયાન ભાજીવાલા કમ્પાઉન્ડના નાકે મોપેડ પર આવેલા આશરે ૨૦થી ૨૫ વર્ષના બે અજાણ્યા તસ્કરોએ ભરતભાઈના ગળામાં પહેરેલી સોનાની ચેઈન જેની ૨૦૧૫ પ્રમાણે કિંમત ૧.૧૦ લાખ થાય છે. તે ૪૦ ગ્રામ સોનાની ચેઈન લઈને નાસી ગયાં હતાં. તસ્કરો ચેઈન સ્નેચિંગ કરીને અંકુર ચાર રસ્તા તરફ નાસી ગયા હતાં. હું રોજિંદા ક્રમ પ્રમાણે આ રસ્તા પર વોક પર નીકળું છું. આ રસ્તા પર સવારના સમયે લોકોની ભીડ હોતી નથી. આ લોકોએ લાભ લઈને પાછળથી આવી મારા ગળામાંથી ચેઈન તોડી લીધી હતી. ત્યારબાદ અમે રસ્તા પરના સીસીટીવી ચેક કરાવ્યા હતાં. જેમાં તસ્કરો દેખાતા નથી. બન્નેના ચહેરા ખુલ્લા હતાં. તથા પરપ્રાંતિય હોય તેવું લાગતું હતુ. હાલ પોલીસે ગુનો નોધી લીધો છે. તપાસ ચાલુ છે. જાે કે, સમગ્ર ચેઈન સ્નેચિંગની મોડસ ઓપરેન્ડી જાેતા બન્નેએ અગાઉ રેકી કરીને ઘટનાને અંજામ આપ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.