Gujarat

સુરતમાં યુવકે ગર્ભવતી યુવતીને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી

સુરત
તેલંગાના વરાગલ જિલ્લાના પરવતગીરી મંડળ કલલડા ગામનો વતની દુર્ગેશ બોનાગીરી પોતાના જ ગામની ભારતી(નામ બદલ્યું છે) સાથે છેલ્લા લાંબા સમયથી એક તરફી પ્રેમ કરતો હતો. જાેકે યુવતીના લગ્ન થઈ ગયા હતા. આ યુવતી પોતાના માતા-પિતા સાથે રોજીરોટી માટે સુરતના ગોડાદરા ખાતે રહેતી હતી. દુર્ગેશ ગતરોજ મહિલા ઘરે એકલી હતી ત્યારે અચાનક ધસી આવ્યો હતો. દરવાજાે ખખડાવતા આ મહિલાને એવું લાગ્યું કે તેના માતા-પિતા કામ પરથી પરત આવ્યા છે. દરવાજાે ખોલતાની સાથે દુર્ગેશ આ યુવતીના ઘરમાં ઘૂસી જાઈ અંદરથી તાળું મારી દીધું હતું અને યુવતી સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. યુવતી પોતે દોઢ માસની પ્રેગ્નેન્ટ હોવાની વાત કરી હતી. જેને લઇને દુર્ગેશ ઉશ્કેરાઈ ગયો હતો અને વતનમાં રહેતા તેના ભાઈને હું કેમ નહીં કરે તો તેના માણસો મારી નાખશે તેવી ધમકી આપી અને એક ગ્લાસમાં ઝેરી દવા આપી હતી. જાેકે યુવતીએ તેનો વિરોધ કરતાં તેનું મંગળસૂત્ર ઉતારી દીધા બાદ તેનું ગળું પકડી તેને બળજબરીથી દવા પીવડાવી દીધી હતી. દવા પીવડાવતા પહેલા આ યુવતી પાસે સુસાઈડ નોટ પણ લખાવી હતી. યુવતીને દવા પીવડાવ્યા બાદ પોતો પણ દવા પી લીધી હતી. ઘટનાની જાણ લોકોને થતાં તાત્કાલિક દોડી આવ્યા હતા અને દરવાજાે તોડી બંને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઝેરી દવાના કારણે યુવતીનો દોઢ માસનો ગર્ભ હતો તે પડી ગયો હતો. જેને લઇને યુવતીના પરિવારે એક તરફી પ્રેમમાં પાગલ યુવક વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકના કારસ્તાનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વતન તેલંગણામાં યુવકને વતનમાં જ રહેતી યુવતીના પ્રેમમાં પાગલ હતો.જાેકે, યુવતીના લગ્ન થઈ ગયા બાદ માતા-પિતા સાથે સુરત આવી ગયા હતા. ગતરોજ યુવક યુવતીના ઘરે પહોંચી અંદરથી દરવાજાે બંધ કરી દીધો હતો. યુવતીએ ગર્ભવતી હોવાનું કહ્યું છતાં યુવકે યુવતી પાસે સુસાઈડ નોટ લખાવી ઝેરી દવા પીવડાવી દીધી હતી. ત્યારબાદ પોતે પણ પી ગયો હતો. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા બચાવ થયો હતો. જાેકે, યુવતીનો ગર્ભ પડી ગયો હતો.

He-also-took-poisonous-drugs.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *