Gujarat

સુરતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા

સુરત
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૦૫૦૩૯ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ ૨૨૪૦ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૨ લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં ૬ એક્ટિવ કેસ છે. ડિસ્ચાર્જનો આંકડો ૨ લાખને પાર કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી ૨૦૨૭૯૩ લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના ૪૨૨૬૭ લોકોનો સમાવેશ થાય છે. હાલમાં કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર ૦.૦૨ ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ ૧૫ ટકા પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને ૦.૦૨ ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ ૩ હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા હતા.સુરત શહેર-જિલ્લામાં સતત ત્રીજા દિવસે વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા ૮૩ દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેરમાં ૬ એક્ટિવ કેસ છે. વિતેલા ૨૪ કલાકમાં ૩ દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે હાલ એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ધીમે ધીમે સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *