સુરત
કોરોના સંક્રમણને કારણે વહીવટી તંત્ર દ્વારા લોકો મોટી સંખ્યામાં એકત્રીત ન થાય તેના માટેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. પરંતુ સેવા સેતુની અંદર જ લોકોનો ધસારો જાેતાં કોરોના સંક્રમણને જાણે ખુલ્લું મેદાન મળતું હોય એ પ્રકારની સ્થિતિ જાેવા મળી હતી. લોકો પોતાના કામકાજ માટે સ્વાભાવિક રીતે જ આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને એવી કોઈ વ્યવસ્થા ન કરાય કે જેના કારણે લાંબી કતારો લાગે. લોકો પોતાનું કામ કરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેલા જાેવા મળ્યા હતા. જ્યારે કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગેટ ઉપર જ જે લોકો એ વેક્સિનના બે ડોઝ લીધા હોય તેમણે અંદર પ્રવેશ આપવામાં આવતો હતો. જે પણ વ્યક્તિ અંદર પ્રવેશતા હતા તેમના વેક્સિનેશન લીધા હોવાના સર્ટિફિકેટ તપાસવામાં આવ્યા હતા. જાેકે અત્યારની સ્થિતી જાેતા સેવા સેતુ જેવા કાર્યક્રમોને ટાળવાનો પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે સેવા સેતુની અંદર જે પ્રકારના કામ થાય છે તેના કારણે લોકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે. રાંદેર ઝોન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોની ભીડ જાેતાં સ્વભાવિક રીતે છે લાગી આવે કે જાણે અહીં કોરોનાનો કોઈ પણ પ્રકારનો ડર નથી અથવા તો આયોજકો દ્વારા લોકોની ભીડ વધુ સમય માટે એકત્રિત ન થાય તેના માટેનું ધ્યાન રખાયું નથી.સુરત કોર્પોરેશન દ્વારા વિવિધની અંદર સેવા સેતુ આયોજન કરવામાં આવી રહ્યું છે. સેવા સેતુ અંતર્ગત લોકોના આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, રાશનકાર્ડ સહિતના વિવિધ ડોક્યુમેન્ટ બનાવવા માટે એક જ સ્થળ ઉપર વ્યવસ્થા ગોઠવી દેવામાં આવતી હોય છે. જેને કારણે લોકો મોટી સંખ્યામાં સેવા સેતુ આયોજન જ્યાં થાય છે ત્યાં પહોંચી જતા હોય છે આજે પણ એ જ પ્રકારની સ્થિતિ રાંદેર ઝોનમાં યોજાયેલા સેવા સેતુમાં જાેવા મળી હતી કે જ્યાં કોરાના સંક્રમણ વચ્ચે પણ લોકો કતારમાં ઉભા રહેલા જાેવા મળ્યા હતા.
