Gujarat

સુરતમાં હીરા દલાલની હત્યા, હત્યારાને ઝડપી કડક કાર્યવાહી કરવા પરિવારની માગ

સુરત
સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે છે. સુરતના વરાછા વિસ્તારમાં હીરા દલાલની હત્યાનો બનાવ બનવા પામ્યો છે.વરાછામાં આવેલ કમલપાર્ક સોસાયટીમાં ૬૨ વર્ષીય હીરા દલાલની હત્યા કરાયેલ લાશ તેમની ઓફીસમાંથી મળી આવી હતી. હત્યાના બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. સુરતમાં ગુનાઓના પ્રમાણનો ગ્રાફ વધી રહ્યો છે. હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કમલપાર્ક સોસાયટીમાં ઓફીસ ધરાવતા ૬૨ વર્ષીય હીરા દલાલ પ્રવિણ નકુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અજાણ્યા ઈસમો પ્રવિણભાઈની ઓફિસમાં બોથર્ડ પદાર્થ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા.ઘટનાની જાણ વરાછા પોલીસને થતા પોલાસ સહીત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તપાસ માટે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુરતના કમલપાર્કમાં ઓફિસ ધરાવતા ૬૨ વર્ષીય પ્રવિણભાઈ નકુમને અજાણ્યા ઈસમો દ્વારા બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી હત્યા કરી છે. પ્રવિણભાઈ હીરાના દલાલ હોવાથી તેમની સાથે લૂંટની ઘટના બની છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરાવી રહી છે. હત્યા કોણે કરી હોય શકે તે બાબતે પરિવારને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમની કોઈની સાથે દુશ્મની ન હોવાનું જણાવ્યું છે અને પરિવારે કોઈની પર પણ શંકા વ્યક્ત કરી નથી. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની તપાસ શરૂ કરી છે. હીરાના દલાલ પ્રવીણભાઈ નકુમની હત્યા થઈ હોવાની જાણ તેમના પુત્ર કિશોર નકુમને કરવામાં આવી હતી. કિશોર નકુમએ જણાવ્યું હતુ કે, હું નોકરી પર હતો ત્યારે મારી ઓફીસ પર ફોન આવ્યો હતો અને પપ્પા હોસ્પિટલમાં છે તેમ જણાવ્યું હતું. હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે મને જાણ થઈ કે પપ્પાની હત્યા કરવામાં આવી છે. હું આશા રાખું છું કે, પોલીસ આની યોગ્ય તપાસ કરી જલ્દીથી જલ્દી આરોપીઓને શોધી કડકમાં કડક સજા કરે અને મારા પપ્પાને ન્યાય આપવામાં આવે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *