Gujarat

સુરતમાં ૧થી ૧૮ વયના બાળકો વધુ સંક્રમિત

સુરત
સુરત શહેરમાં ૧થી ૧૮ વર્ષના વયજૂથમાં સંક્રમણના કેસ વધ્યા છે. છેલ્લા ૮ દિવસમાં શહેરમાં ૧થી ૧૮ વર્ષના ૯૦૪ બાળકો સંક્રમિત થયા છે. વરાછામાં આવેલ નાલંદા સ્કૂલમાં ૪ શિક્ષકો-૩ વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા સ્કૂલ બંધ કરાવાઈ છે.આ ઉપરાંત ઝડફિયા શાળા, રાયન શાળા, વી એન એસ જી યુ, લાન્સર આર્મી શાળા, પી ટી સાયન્સ કોલેજ, એસ વી એન આઈ ટી, ડી આર બી કોલેજ, એસ ડી જૈન, સરસ્વતિ વિદ્યાલય, સંસ્કાર ભરતી, કનકપુર શાળા, હિલ્સ હાઈ સ્કુલ, વિવેકાનંદ કોલેજ, રિલાયન્સ શાળા, સ્વામી નારાયણ શાળા, પી આર ખાટીવાલા શાળા,મહેશ્વરી શાળા, એસ.ડી.જૈન શાળા,ડી પી એસ શાળા, રાયન ઈન્ટનેશન, રેડીયન્ટ શાળા, જે એચ અંબાણી, વશિષ્ઠ વિદ્યાલય તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.સુરતમાં કોરોનાના ૧૯૮૮ કેસ સામે આવ્યા હતા.જેની સામે ૩૭૦ લોકોને રજા અપાઈ હતી.જિલ્લામાં ૧૩૬ કેસ સામે ૫૯ દર્દી સાજા થતા રજા અપાઈ છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં ૧ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. એક સપ્તાહમાં નોંધાયેલા કુલ ૭૭૦૩ કેસમાંથી ૪૯ ટકા કેસ કોન્ટેક્ટ હિસ્ટ્રીમાંથી મળી આવ્યા હતા.જ્યારે ૧થી ૧૮ વય જૂથનાં ૯૦૪ બાળકો સંક્રમિત થયાં હતાં. અઠવા ઝોનના વેસુ વિસ્તારના શ્યામ પેલેસ સોસાયટીમાં ૫ વ્યક્તિઓ પોઝિટિવ આવતા ક્લસ્ટર કરી લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવી છે. તેવી જ રીતે લિંબાયત ઝોનના નવાગામ ડીંડોલીમાં પટેલ નગરના એક જ વિસ્તારમાં ૯ વ્યક્તિ સંક્રમિત થતા તેને પણ ક્લસ્ટર જાહેર કરી લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવી છે. ૬૫ વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવ્યા છે. જેમાં નાલંદા સ્કૂલમાં ૩ વિદ્યાર્થી અને ૪ શિક્ષક પોઝિટિવ જણાતા સ્કૂલ બંધ કરાવવામાં આવી છે. મંગળવારે પોઝિટિવ આવેલ વ્યક્તિઓ પૈકી ૩ વ્યક્તિઓની યુએસએની ટ્રાવેલ હિસ્ટ્રી છે. અઠવા ઝોનમાં કોરોનાના સૌથી વધુ ૬૦૯ કેસ, રાંદેર ઝોનમાં ૫૯૪, સેન્ટ્રલ ઝોનમાં ૧૨૨, વરાછા એ ઝોનમાં ૧૨૦,વરાછા બી ઝોનમાં ૭૭, કતારગામમાં ૧૨૦, લીંબાયતમાં ૨૪૩ જ્યારે ઉધના ઝોનમાં ૧૦૩ કેસ સામે આવ્યા હતા.

Vaccinate-adolescents-between-the-ages-of-15-and-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *