Gujarat

સુરતમાં ૧૦ લાખના ડ્રગ્સને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યું

સુરત
ઉડતા ગુજરાત… ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ કરોડો અબજાે રૂપિયાનું પકડી પાડ્યું છે ત્યારે ફરી એકવાર સુરતના સચીન કપલેટા ચેક પોસ્ટ પાસે ક્રાઇમબ્રાંચના સ્ટાફે કાર અટકાવી ચાલક પાસેથી ૧૦ લાખનું ૧૦૦.૨૬૦ ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડયું છે. કારનો ચાલક દીકરી અને પત્નીને મુંબઇથી લઈ સુરત આવતો હતો. ક્રાઇમબ્રાંચે ૧૦ લાખનું એમડી ડ્રગ્સ, ફોન-૩, રોકડ અને કાર મળી ૧૩.૧૨ લાખનો મુદામાલ કબજે કર્યો છે. જે એમડી ડ્રગ્સ પકડાયું છે. પોલીસને શંકા ન જાય તે માટે આરોપી કારમાં દીકરી અને પત્નીને સાથે લઈને આવ્યો હતો. પોલીસે નશીલા પદાર્થોના સોદાગર એવા મોહંમદ સિદ્દીક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાલા(૫૨)(રહે,ગ્રીન પાર્ક સોસા,રામનગર,રાંદેર)ની ધરપકડ કરી છે. મોહંમદ સિદ્દીક મુંબઇથી રાજ નામના શખ્સ પાસેથી એમડી લાવ્યો હતો. આરોપીની દીકરી પ્રેગ્નેટ હોવાથી પોલીસે મા-દીકરીને જવા દીધા હતા. આરોપી મોહંમદ સિદ્દીક અગાઉ અઠવા પોલીસમાં મારામારી અને ઉમરા પોલીસમાં વાહનચોરીમાં પકડાયો હતો. સ્પાના સંચાલકો સ્પામાં આવતા ગ્રાહકોને લાંબો સમય સેક્સ માણી શકે તે માટે સેક્સ પાવર માટેની દવાની આડમાં આ એમડી ડ્રગ્સ આપતા હોવાની વાત સામે આવી છે. આરોપી મોહંમદ સિદ્દીકની દીકરીની સાસુને કિડનીની બિમારી હોવાથી ખબર અંતર લેવા ૧૬ તારીખે આરોપી મિત્ર મોહંમદ અલ્તાફની કાર લઈ પત્ની સાથે મુંબઈ ગયો હતો. આરોપી એમડી લઈ મુંબઇથી દીકરી અને પત્ની સાથે કારમાં નીકળ્યો હતો. સૌથી ચોંકાવનારી હકીકત એવી આવી છે કે આરોપી મોહંમદ સિદ્દીક મુંબઇથી એમડી ડ્રગ્સ લાવી સુરતના સ્પામાં સપ્લાય કરતો હતો. સ્પામાં સપ્લાય કરવા માટે એક સ્પાનો સંચાલક પણ સામેલ હોવાની શંકા છે અને તે પોશ વિસ્તારોના સ્પામાં એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હોય પોલીસ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. ૧ વર્ષથી ગ્રાહકો આરોપી સાથે વોટસએપ કોલ પર ‘પંજી આ ગયા કયા’ એમ કહી વાત કરતા હતા. ગ્રાહકો કોન સા માલ હૈ તો આરોપી સફેદ અને પીલા કહી વાત કરતો હતો. પંજી એટલે ૫ ગ્રામ એમડી જેની કિંમત ૧૦ હજાર છે. જયારે એક ગ્રામના ૧૨૦૦ થી ૧૩૦૦ લેતો હતો. મોહંમદ સિદ્દીક રિક્ષામાં માલ આપવા જતો હતો.

10-lakh-worth-drugs-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *