Gujarat

સુરતમાં ૧૪ વર્ષની સગીરા પર બે વ્યક્તિએ એક પછી એકે આચર્યું દુષ્કર્મ

સુરત
એક પછી એકે દુષ્કર્મ આચર્યું હોય તેવા ગેંગ રેપ ની આવી ઘટના ની કોઈ વિચારશરણીમાં જ નથી આવતું. એક આવી ઘટના માં એક પછી એકે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છેસુરતમાં ૧૪ વર્ષની સગીરા પર બે કિશોરોનું એક પછી એકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના બન્યાના ૨૨ દિવસ બાદ સગીરાએ માતાને જાણ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ હવસખોરોએ એક દુષ્કર્મ આચરતો હતો ત્યારે બીજાે વીડિયો બનાવતો હતો અને બે કિશોરો બહાર કોઈ આવી ન જાય તેની વોચ રાખતા હતા. હવસખોરોએ દુષ્કર્મનો વીડિયો બનાવી વાઇરલ પણ કરી દીધો હતો. સુરતના સલાબતપુરા માનદરવાજા વિસ્તારમાં રહેતા પરિવારની ૧૪ વર્ષીય કિશોરી ગત ૭ એપ્રિલના વાગ્યાના અરસામાં ઘરે હતી. દરમિયાન મહોલ્લામાં જ રહેતો કિશોર તેને મહોલ્લામાં રહેતા અન્ય કિશોર મિત્રને ત્યાં આવ કામ છે કહીં લઈ ગયો હતો. ત્યાં કિશોરે તેને ધક્કો મારી અંદર ધકેલ્યા બાદ જબરદસ્તીથી પહેલાં માળે લઇ ગયો હતો. ત્યાં હાજર મિત્ર અને કિશોરે સગીરાને બેડ પર બેસાડી અમારી પાસે તારા અને તારા મિત્રના ફોટા છે, અમને કામ કરવા દે નહીંતર તે ફોટા તારા માતા પિતાને બતાવી દઈશું તેવી ધમકી આપી બે ત્રણ તમાચા મારી એકે દુષ્કર્મ કર્યું હતું. મિત્રએ પોતાના મોબાઈલ ફોનમાં દુષ્કર્મનું રેકોર્ડીંગ કરી બાદમાં તેણે પણ દુષ્કર્મ કર્યું હતું. તે સમયે તેમના બે અન્ય મિત્રો બહાર ગેલેરીમાં ઉભા રહી કોઇ આવે નહીં તે જાેતા હતા. સગીરાએ બનાવ અંગે કોઈને જાણ કરી નહોતી. પરંતુ બાદમાં હવસખોરોએ તેનો વીડિયો વાઇરલ કરતા સગીરાએ માતાને જાણ કરી હતી. માતાએ પોલીસમાં જાણ કરતા સલાબતપુરા પોલીસે સગીરાની ફરિયાદના આધારે દુષ્કર્મ, પોક્સો એક્ટ, આઈટી એક્ટ અને એટ્રોસીટી એક્ટ મુજબ ચાર સગીરો સામે ગુનો નોંધ્યો છે. હાલ સગીરાની ફરિયાદના આધારે મહોલ્લામાં જ રહેતા ચારેય કિશોરોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. . ખરેખર તો માની જ ના શકાય કે આવી કોઈ ઘટના બનશે પણ હવે માની લેવું જાેઈએ તેવું લાગે છે.

The-misdeeds-committed-by-two-people-one-after-the-other.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *