Gujarat

સુરતમાં ૧૫ વર્ષીય બાળકીને ધાબે બોલાવી દુષ્કર્મ આચર્યું

સુરત
ડિંડોલીમાં હવસખોર યુવકે ૧૫ વર્ષીય કિશોરીને ધાબા પર નળનો કોક ચાલુ કરવાના બહાને બોલાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, નવાગામ ડિંડોલીમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત ૧૫ વર્ષીય દીકરી રૂપાલી(નામ બદલ્યું છે) ધો-૧૦માં અભ્યાસ કરે છે. રૂપાલીની માતાને હાથે દુખાવો થતા માતા-પિતા બંને દવાખાને ગયા હતા. ત્યારે રૂપાલી ઘરે એકલી હતી જેથી આરોપી રાહુલે રૂપાલીને ધાબા પર પાણીનો કોક ચાલુ કરવા ધાબા પર બોલાવી હતી. રૂપાલી રાહુલને કાકા માનતી હતી તેથી વિશ્વાસ રાખી ગઈ હતી. બાદમાં રાહુલે રૂપાલી પર રેપ કર્યો હતો. માતા-પિતા દવાખાનેથી પરત ફરતા રૂપાલી ગભરાયેલી હતી. તેથી તેને પૂછતાં ઘટનાની હકીકત જણાવી હતી.ર્ રાહુલને પુછતા તેને માફી માંગીને ભવિષ્યમાં આવું નહીં થશે કહ્યું હતું. બીજા દિવસે રૂપાલીની માતાએ રામાભાઈ ઉર્ફ રાહુલ બુધાભાઈ સોલંકી(૩૮ વર્ષ.રહે.,નવાગામ,ડિંડોલી) વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. રાહુલ સફાઈ કર્મચારી છે અને બે સંતાનોનો પિતા છે. હાલ તે નાસી ગયો છે.

Raped.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *