સુરત
સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર રૂ.૩.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા પ્લેટફોર્મ નંબર ૪-૫ અને એક કરોડના ખર્ચે નવનિર્મિત પ્લેટફોર્મ નંબર ૧ ઉપર એસ્કેલેટર તથા રૂ.૮ કરોડના ખર્ચે નવનિર્મિત વિસ્તારીત દક્ષિણી ફૂટ ઓવર બ્રીજનુ લોકર્પણ જયારે સુરત રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નં ૪ ઉપર બે કરોડના ખર્ચે નવ વિસ્તારિત દક્ષિણી ફૂટ ઓવર બ્રિજ, એસ્કેલેટર, સીસીટીવી કેમેરા, કોચ ગાઉડ સિસ્ટમ તેમજ રૂ.૨.૯ કરોડના ખર્ચે પ્લેટફોર્મ નં ૪ પરના કવર શેડના સુધારણાના કામો ઉપરાંત પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે રૂ. ૨.૭૮ કરોડના ખર્ચે નિર્મિત નવા પાર્સલ ટર્મિનલ સહિતના કામોનો સમાવેશ થાય છે. તે પાર્સલ અને નૂર પરિવહનની વિશાળ સંભાવના ધરાવે છે. તાજેતરમાં ચલથાણને પાર્સલ ટ્રાફિક માટે ખોલવામાં આવ્યું હતું જે હવે વ્યસ્ત બની ગયું છે અને તેથી ચલથાણમાં આવતા વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે વૈકલ્પિક ટર્મિનલ શરૂ કરવામાં આવે તેવું વિચારવામાં આવ્યું હતું. આ માટે માર્કેટ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને એવું સમજાયું હતું કે જાે ગંગાધરા સ્ટેશનની લાઇન નંબર ૪ પાર્સલ લોડિંગ માટે નિયુક્ત કરવામાં આવે તો તે રેલ દ્વારા પાર્સલ સેવાને આકર્ષિત કરશે. તદનુસાર, ગંગાધરાના પ્લેટફોર્મ નંબર ૧ને કોમન લૂપ તરીકે રૂપાંતરિત કરીને પાર્સલ ટ્રાફિક માટે ખોલવામાં આવ્યું હતું. આ કામનો કુલ ખર્ચ આશરે ૨.૭૮ કરોડ રૂપિયા છે. સુરત ઉધના સ્ટેશનને ડેવલપ કરવાના પ્રયાસ વર્ષોથી ચાલતા હતા. જવાબદારી અમને મળી, સુરત રેલવે સ્ટેશન પર ભીડને લઈ ઉધના રેલવે સ્ટેશનના વિકાસ બાદ જ મુસાફરોને સુવિધા આપી શકાશે. નવા બ્રિજ, પૂર્વ-પશ્ચિમને જાેડી લોકોની સમસ્યા દૂર કરી, હવે ઉધનાથી ઓખાપુરી, ભૂંસાવલ, અને મુંબઈ જતી ટ્રેનો ઉધનાથી ઉપડી શકે છે. ટ્રેન વધારવામાં અને ટ્રેનની સ્પીડ વધારવાનો ફાયદો મુસાફરો ને થશે.લોકો પાસે સમય નથી ઓછા સમયમાં વધુ કામ કરવા માગે છે. લોકોની પહેલી પસંદ રેલવે છે. જેથી આ સેવા વધારવી જરૂરી હતી. ૧૮૦ ટ્રેન અમસાડથી દિલ્હી ચાલુ કરાઈ છે.૧૦૦મી ટ્રેન માટે ઉધનાથી ઉપાડવામાં આવી એ પણ એક સફળ કામગીરી કહી શકાય છે. ઉધના-ચલઠાણ અને ગંગાધરા રેલવે સ્ટેશન પર સુવિધા વધારાશે. ઉધના ચલઠાણ અને ગંગાધરા રેલવે સ્ટેશન પર પોસ્ટની સુવિધા આવતા વિકથી શરૂ થઈ રહી છે. જેનો સીધો ફાયદો લોકોને થશે. મોદી સાહેબનો આભારી છું કે, જેમને રેલવેના વિકાસને આગળ લઈ આવ્યા છે.કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રૂપિયા ૨૦ કરોડના ખર્ચે નવ નિર્મિત થયેલા ઉધના સુરત અને પલસાણા રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવર બ્રિજ, પ્લેટ ફોમ, કવર શેડ, નવા પાર્સલ ટર્મિનલ સહિતની રેલવે સુવિધાઓના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશિતાની વાત કરી હતી. સાથે જ દર્શના જરદોશે રેલવે દેશની લાઈફલાઈન હોવાની સાથે સાથે નવા વિકાસકામોની વાત કરી હતી.
