Gujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે માનવતાની મહેંક પ્રસરાવી                 

જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરતની કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં વિનુભાઈ ગામીતનું આકસ્મિક અવસાન થતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક તરફથી તેમનાં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાનાં હેતુસર માનવતાની રાહે રૂપિયા 51,000 ની ધનરાશિનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
               સુરત જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ સદગતનાં ધર્મપત્ની દર્શનાબેન ગામીતને તેમનાં માદરેવતન (મહારાષ્ટ્ર) ખાતે જઈ રૂબરૂ  સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સદગતનાં પરિવારને સાંત્વના આપવા બળવંતભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી તથા વિશ્વજીતભાઈ હાજર રહ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20221117-WA0142.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *