સુરત
સુરતના કડોદરા ચાર રસ્તા નજીક વામદોત પેટ્રોલ પંપની બાજુમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં પહેલા માળે સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપ.બેંકની કડોદરા શાખા આવેલી છે. બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં એક લૂંટારો યુવક માથા પર ટોપી અને મોઢા પર માસ્ક પહેરીને ઘૂસી ગયો હતો. પહેલા બેંકના એટીએમ મશીન તરફ જઈ બેંકની અંદરની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ સીધો બેંકમાં ઘૂસી ગયો હતો. આ સમયે બેંકમાં મેનેજર ધવલ પટેલ અન્ય એક પુરુષ કર્મચારી અને ૨ મહિલા કર્મચારી મળી કુલ ૪ કર્મચારી હાજર હતાં. અચાનક લૂંટારાએ તેની પાસેની થેલીમાંથી પિસ્તોલ જેવું હથિયાર બતાવી ચલો પૈસા નિકાલો, પૈસા નિકાલો કહી તમામ કર્મચારીઓના ફોન ફેંકાવી, ઘૂંટણિયે બેસાડયા હતા. તમામને બંધક બનાવી બાદમાં બેંકમાંથી કેશ બારી પાસે જઈ એક બેગમાં ૬,૮૩,૯૬૭ લાખ રૂપિયા ભરીને લૂંટ ચલાવી, બેંકના મુખ્ય દરવાજાને તાળું મારી ભાગી છૂટ્યો હતો. ધોળા દિવસે ભરચક વિસ્તાર અને મુખ્યમાર્ગ પર લૂંટ થવાની ઘટનાને લઈ એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટના અંગે કડોદરા બ્રાન્ચ મેનેજર ધવલ પટેલે કડોદરા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે કડોદરા પોલીસ સ્ટેશનના થાણે ઇન્ચાર્જ બીશાખા જૈને જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના જિલ્લા તેમજ ગાંધીનગર કન્ટ્રોલ રૂમ સુધી સર્ક્યુલેટ કર્યા છે તેમજ કડોદરા પોલીસની ટીમ સાથે એસઓજી અને એલસીબી પણ આ અંગે ઝીણવટપૂર્વકની તપાસ કરી રહી છે. સીસીટીવી જાેતાં લૂંટારો પ્રોફેશનલ નહીં હોવાનું લાગી રહ્યું ર્છ કર્મચારીએ લૂંટારાના નીકળતાંની સાથે જ એલર્ટ સાયરનનું બટન દબાવ્યું હતું. આમ છતાં આજુબાજુથી કોઈ વ્યક્તિ મદદ માટે પહોંચી ન હતી. આખરે બેંકકર્મચારીઓએ જાતે તાળું તોડીને બહાર નીકળ્યા હતા.સુરતના કડોદરા ચાર રસ્તા પાસે પોલીસચોકીની સામે આવેલી સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપ.બેંકની શાખામાં ગત રોજ ધોળા દિવસે લૂંટ થઈ હતી. એક લૂંટારો મોઢા પર માસ્ક પહેરીને બેંકમાં ઘૂસી ડુપ્લિકેટ પિસ્તોલ જેવા હથિયારથી ૪ કર્મચારીને બાનમાં લઇ રૂમમાં પૂરી ઘૂંટણિયે બેસાડીને કેશમાંથી ૬,૮૩,૯૬૭ લાખ રૂપિયાની લૂંટ કરી ભાગી ગયો હતો. મેઇન રસ્તા પર લૂંટની ઘટનાને પગપાળા આવેલા લૂંટારો ઘટનાને અંજામ આપી ગયો હતો. લૂંટની ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. મોતા ગામે અગાઉ ઓક્ટોબરમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની શાખમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, જેનો હજુ ભેદ ઉકેલાયો નથી. ત્યાં ફરી કડોદરામાં ડિસ્ટ્રિક્ટ બેંકમાં લૂંટ થઈ છે. હાલ તો પોલીસ સીસીટીવી આધારે તપાસ કરી રહી છે.
