સુરત
૨૫ તારીખથી ક્રિમમસનું સેલિબ્રેશન શરુ થઈ જશે અને આ સાથે જ લોકો ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે પણ આયોજન બનાવી રહ્યા છે તો આ સાથે જ ૩૧જં ડિસેમ્બરને લઈને કોઈ અઘટિત ઘટના ન બને તેનું ધ્યાન રાખવા સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે સુરતના ઉમરા અને વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ બાઈક લઈને રસ્તા પર સ્ટંટ કરતા આ ઉપરાંત જાેખમી રીતે વાહન ચલાવતા યુવાનો સામે પોલીસે લાલ આંખ કરી હતી. સાથે જ કોમ્બિંગ દરમિયાન ૧૨૫ કરતા વધુ ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. ૩૧ ડિસેમ્બરને લઈને સુરત શહેર પોલીસ હવે વધુ એક્ટિવ થઈ ગઈ છે. રસ્તા પર સ્ટંટ કરતાં અને અન્ય લોકોના જીવ જાેખમમાં મુકાય તે પ્રકારે ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવનારા સામે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના ઉમરા અને વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જંકશન પર સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડીસીપી એસીપી અને પોલીસ સ્ટેશનના પીઆઇ,પીએસઆઇ સહિતના અધિકારીઓ પણ આ કોમ્બિંગમાં જાેડાયા હતા. ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવનાર, ત્રિપલ સીટમાં વાહન ચલાવનારા અને ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર યુવાનો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ૩૧ડિસેમ્બરને લઈને અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન ૧૨૫ કરતા વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. વેસુ અને ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારના કારગીલ ચોક, વાય જંકશન, સફલ સ્કવેર, અઠવાલાઇન્સ સહિતના અલગ અલગ જંકશન પર આ કોમ્બિંગની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસના આ કોમ્બિંગ દરમિયાન વાહન ચેકિંગની કામગીરી સમયે કેટલાક ઈસમો પાસેથી અલગ અલગ હથિયારો પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ ઈસમો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે તો સુરત શહેર પોલીસ દ્વારા લોકોને પણ સૂચન કરવામાં આવ્યું છે કે, ૩૧ ડિસેમ્બરની ઉજવણી જ્યારે શહેરમાં થવાની છે. ત્યારે જાે કોઈ પણ લોકો ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવાના હોય તો તેઓ શાંતિમય રીતે ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરે.
