સુરત
સુરત પોલીસ કમિશનર કચેરીમાં લીફ્ટ બંધ પડી ગઈ હતી. આ લિફ્ટમાં એક મહિલા પોલીસકર્મી ફસાઈ ગઈ હતી. બીજી તરફ ફાયર વિભાગને ઘટનાને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનો કાફલો પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્યો હતો. મહિલા પોલીસકર્મીનું રેસ્ક્યુ કર્યું હતું. લિફ્ટમાંથી બહાર કાઢવા માટે જહેમત કરવી પડી હતી. મહિલા પોલીસકર્મી અંદર ફસાઈ જવાથી આખરે લિફ્ટનો દરવાજાે તોડીને તેમને બહાર કાઢવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં જઈ રહ્યા હતા. દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે બંધ પડી ગઈ હતી. જેથી ત્યાં અન્ય પોલીસકર્મીઓ ભેગા થઇ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગને ગણતરીના કલાકોમાં જ સ્પ્રેડર મશીનથી લિફ્ટનો દરવાજાે તોડી મહિલા પોલીસકર્મીનું રેસ્ક્યુ કર્યું હતું. સદનસીબે અહીં કોઈ દુર્ઘટના નહીં સર્જાતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો.સુરત શહેરમાં અવારનવાર એપાર્ટમેન્ટ અને અન્ય ઇમારતોની લિફ્ટ બંધ થઇ જવાથી લોકો ફસાઈ જવાની ઘટના બનતી રહે છે. આવી જ એક ઘટના પોલીસ કમિશનર કચેરીમાં બની હતી. પોલીસ કમિશનર કચેરીની લિફ્ટમાં મહિલા પોલીસકર્મી ફસાઈ ગઈ હતી. કંટ્રોલ રૂમમાં કામ કરતી આયેશાબેન નામની પોલીસ કોન્સ્ટેબલ ગ્રાઉન્ડ ફ્લોર પરથી લિફ્ટમાં પહેલા માળે જઈ રહી હતી ત્યારે લિફ્ટ અચાનક બંધ થઇ ગઈ હતી અને કોન્સ્ટેબલ ફસાઈ ગઈ હતી. ભારે જહેમતે દરવાજાે તોડી ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું.