Gujarat

સુરત ભાજપના નેતાઓનો દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો

સુરત
ગાંધીના ગુજરાતમાં ઠેર-ઠેર દારૂ એમાં પણ રાજકિય પાર્ટીના નેતાઓ જ મહેફિલો માણતા હોય તો આમ પ્રજા શું કરે રાજ્યમાં લઠ્ઠાકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે સુરતના વોર્ડ નં.૧૬ પુણા(પશ્ચિમ)ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ ન.૧૬ના જ ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સૂતરિયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડ્યા હતા, જ્યારે વીડિયોમાં બોલવૂડ સોંગ પણ વાગી રહ્યા હતા. સુરતના વોર્ડ નં.૧૬ પુણા(પશ્ચિમ)ના ભાજપના વોર્ડ-પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ ન.૧૬ના જ ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સૂતરિયા કોઈ ઓફિસ જેવી જગ્યાએ બંને મહેફિલમાં બેઠા હતા. એમાંથી જ કોઈએ બંનેનો દારૂ પીતો વીડિયો બનાવી લીધો હતો. બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડતા હતા. મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હોવાનું વીડિયો પરથી જણાય રહ્યું હતું. વીડિયોમાં‘ અભી ઝિંદા હૂં તો જી લેને દે,ભરી બરસાત મેં જી લેને દે’ સોંગ પણ વાગી રહ્યું હતું. વીડિયો મને મળ્યો નથી, તમે મોકલો તો જાેઈને કહું. બાદમાં વીડિયો જાેઈ કહ્યું- હા, હું દેખાઉં તો છું વીડિયોમાં, કઈ જગ્યાએ મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલા લોકો મહેફિલમાં હતા એ બાબત પૂછતાં કશો ફોડ પાડ્યો નહોતો.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *