સુરત
સૌરાષ્ટ્રના મોરબીમાં બનેલી જુલતા પુલ દુર્ઘટનામાં ૧૯૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાત અને દેશને હચમચાવી દીધું છે. સુરતમાં પણ આ ઘટનાને લઇ લોકો શોકમાં મુકાયા છે. જેને લઈ સુરત સિવિલ હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન સ્ટાફ દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે ઈશ્વર મોરબી પર આવેલી પડેલી આફત સામે લડવાની તાકાત અને શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી. રવિવારની એ સાંજ જે મોરબીનો ઐતિહાસિક ગણાતો ઝુલતો બ્રિજ એકાએક તૂટી પડ્યો અને બ્રિજ પર આનંદ માણવા આવનાર અંદાજે ૪૦૦ જેટલા સહેલીઓ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. આ ઘટનામાં બાળકો, મહિલાઓ અને પુરુષો મળી ૧૯૦થી વધુના મૃત્યુ થયા ત્યારે આ ઘટનાએ ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાત અને દેશને હચમચાવી દીધું છે. દરેકના મુખ પર અને અંતર આત્મા માત્ર મોરબીમાં આવી પડેલી આફત સામે જ મોરબીના લોકોને શક્તિ આપે તેવી જ પ્રાર્થના હર કોઈ કરી રહ્યું છે. ત્યારે સુરતમાં પણ મોરબીની આ દુર્ઘટના સામે ઈજાગ્રસ્તોને હિંમત અને શક્તિ મળી રહે અને મૃત્યુ પામનાર મૃતકોના આત્માને શાંતિ મળી રહે તેવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં આખું મોરબી શોકના માહોલમાં ગરકાવ થઈ ગયું છે. મોરબી સહિત ગુજરાતના જુદા જુદા શહેર, તાલુકાઓ પણ શોકમાં ગરક થઈ ગયા છે. ત્યારે મોરબીમાં સર્જાયેલા મોતના તાંડવ સામે સુરત સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે વિશેષ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નર્સિંગ એસોસિએશન અંતર્ગત ૩૦૦થી વધુ સિવિલમાં ફરજ બજાવી રહેલા નર્સ એકત્ર થઈ મૃતકોના આત્માની શાંતિ માટે ખાસ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉપરાંત આ દુર્ઘટનામાં જે કોઈ ઈજાગ્રસ્ત થયા છે તેમને અને તેમના પરિવારને ઈશ્વર આ દુઃખની ઘડીમાં હિંમત અને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. મોરબીની દુર્ઘટના સામે સુરત સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ખાસ તેમના આત્માને શાંતિ મળે તે માટેનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. સુરત સિવિલ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે મોરબીમાં આવી પડેલી આફત સામે પ્રભુ તમામને હિંમત અને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. દુર્ઘટનામાં જે કોઈ પરિવારના સભ્યો, બાળકો, મહિલાઓ, મોતને ભેટ્યા છે તેમના આત્માને શાંતિ મળી રહે માટે બે મિનિટનું મૌન અને શોક પ્રાર્થના કરી ખાસ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સિવિલ હોસ્પિટલની ૩૦૦થી વધુ નર્સ દ્વારા મીણબત્તી સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.


