Gujarat

સુરૂચિ કે નિતી ભંગ થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ મુકાયો 

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ઉભા થાય નહીં તે માટે અને હાલ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય ચૂંટણી આયોગ દ્વારા લાગુ કરાયેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઇઓ અમલ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધ મુકયા છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર છટાદાર ભાષણો આપવા, ચાળા પાડવા અથવા નકલો કરવાની, ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા આવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નિતી ભંગ થતો હોય અથવા તેનાથી રાજયની સલામતિ જોખમાતી હોય અથા જેના પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણો આપવાની અથવા ચાળા વિગેરે કરવાની અને તેવા ચિહ્નો નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે. આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હુકુમતનો સમગ્ર વિસ્તારમાં તા. ૦૩/૧૧/૨૦૨૨થી તા. ૧૦/૧૨/૨૦૨૨(બંને દિવસો સહિત)સુધી અમલમાં રહેશ. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *