સુરેન્દ્રનગર
પાટડી જેનાબાદ રોડ પર ચાની રેકડી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આધેડ ઉંમરના ભરતભાઈ ત્રીભોવનભાઈએ પાટડીના જરવલા ગામ પાસે રોડ સાઈડની ઝાડીમાં કોઇ અગમ્ય કારણોસર રસ્સા વડે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવતા સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઇ જવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં વધારો થતો જાેવા મળી રહ્યો છે. જેમાં ધ્રાંગધ્રા ગામે ફોરેસ્ટ ગાર્ડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી. ત્યારે પાટડીના જરવલા મારુતી મીની ઓઈલ ફેક્ટરી પાસે રોડ સાઈડમાં આધેડની ગળેફાંસો ખાધેલી હાલતમાં ઝાડ પર લટકાતા જાેતા લોકોના? ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ વાન તથા પાટડી પોલીસને આ ગોઝારી ઘટનાની જાણ કરાતા પાટડી પોલીસ તથા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાકીદે ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવની જાણ પરીવારને થતાં પરીવારના સદસ્યો પણ ઘટના સ્થળે પહોંચતા સ્વજને જીવ ત્યાગ કર્યો હોવાના દુઃખથી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આ આત્મહત્યાનું કારણ હજી અકબંધ રહેવા પામ્યું છે. પાટડી પોલીસે મૃતદેહને પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પી.એમ.કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.પાટડીના આધેડે અગમ્ય કારણોસર મુખ્ય રસ્તાના ઝાડ પર ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાના પગલે પાટડી વિરમગામ રોડ પર ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં ૧૦૮ એબ્યુલન્સ તથા પાટડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાટડી પોલીસે મૃતદેહનો કબ્જાે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

