સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે ઘર કંકાસના કારણે ૧૯ વર્ષની પરિણીતાએ ગળે ફાંસો ખાઇ અને આત્મહત્યા કરી લીધી છે. યુવતી બે મહિના પહેલા લગ્ન કરી અને મધ્યપ્રદેશથી સુરેન્દ્રનગર આવી હતી. સગપણ કર્યા બાદ બે વર્ષ સુધી પરિવારજનો લગ્ન કરી ના આપતા હોય જેને લઇને અપહરણ કરી અને યુવતીને યુવક સુરેન્દ્રનગર ખાતે લાવ્યો હતો. ત્યારબાદ લગ્ન કરી અને બે મહિના સુધીના જીવન સંસારમાં સતત ઘર કંકાસ અને મારામારી તેમજ બોલાચાલી થતી હોવાના કારણે પરિણીતા માનસિક રીતે કંટાળી ગઈ હતી. અંતે દરમિયાન ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મધ્યપ્રદેશમાં રહેતા યુવતીના પિતાને થતા યુવતીના પિતા સહિતનો પરિવાર સુરેન્દ્રનગર ખાતે દોડી આવ્યો છે તેમજ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે બે મહિના પહેલા અલ્પીબેન બામણીયા નામની યુવતીએ યુવક સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેના પતિ દ્વારા વારંવાર સામાન્ય બાબતે બોલાચાલી કરી અને ઢોર મારવામાં આવી રહ્યો હતો. તેમજ માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ મામલે યુવતી દ્વારા વારંવાર પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ તે પ્રશ્નનો કોઈ નિવેડો ન આવતો હોવાના કારણે આજે અંતે એણે ગળેફાંસો ખાઇ અને આત્મહત્યા કરી લીધી હતી. વઢવાણ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, પરિવારજનો પણ મધ્યપ્રદેશથી દોડી આવ્યા છે. પ્રાથમિક તારણમાં ઘર કંકાસના કારણે વારંવાર બોલાચાલી અને પતિ દ્વારા મારામારી કરાતી હોવાના કારણે મહિલાએ ગળેફાંસો ખાઇ લીધો હોવાનો પણ આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. પોલીસ સમક્ષ પણ ન્યાયની માંગણી પરિવારજનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા જ ૧૯ વર્ષની યુવતીના લગ્ન થયા હતા. પરંતુ એનો પતિ સતત બે મહિના સુધી એને ગોંધી રાખી અને પછી માર મારતો રહ્યો હતો. જેથી અંતે આ મહિલાએ જીવન ટૂંકાવ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લામાં અપમૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે જિલ્લાના બલદાણા ગામે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘરકંકાસથી કંટાળી ૧૯ વર્ષની પરિણીતાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. જેને લઈને ચકચાર મચી છે.

