સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સુરેન્દ્રનગરની સી. યુ. શાહ સંસ્થા દ્વારા સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરની સેવાકીય કાર્યને લક્ષમાં લઈને માનવમંદિરને એવોર્ડ આપવાનું નિર્ધારિત થતાં આ સમાચાર અમરેલી લેખકવૃંદના સભ્યો શ્રી વાસુદેવભાઈ સોઢા, સુધીરભાઈ મહેતા સમેત લેખકવૃંદની ટીમને મળતાં સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરે આ લેખક ટીમ આવી પહોંચી હતી. અને માનવમંદિરનાં સંત શ્રી ભક્તિરામબાપુની સેવાને બિરદાવી અને પૂ. બાપુને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી પૂ. ભક્તિરામ બાપુની આશીર્વાદ શુભેચ્છા મુલાકાત લીધી હતી. માનવસેવાની આવી અદ્ભૂત કામગીરીને લક્ષમાં લઈને સાવરકુંડલા માનવમંદિરને એવોર્ડ મળવાનું નિર્ધારિત થવાના સમાચાર મળતાં જ માનવમંદિર સેવકગણમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. સાવરકુંડલા માનવમંદિર ખાતે મનોરોગી બહેનોની સારસંભાળ અને આશ્રય પૂ. ભક્તિરામ બાપુ દ્વારા ખૂબ જ વાત્સલ્યભાવથી કરવામાં આવે છે. અહીં મનોરોગી બહેનોની સેવા તદન નિશુલ્ક કરવામાં આવે છે. આ આશ્રમમાંથી કુલ ૧૦૯ મનોરોગી બહેનો સાજી થઈ પોતાના ઘરે પરત ફરી છે અને સમાજના સાંપ્રત પ્રવાહ સાથે આગળ વધી રહી છે.


