સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના સતત નવા કેસો સામે આવી રહ્યા છે.ત્યારે સરકારી કચેરીઓમાં પણ કોરોના પગપેસારો કરી રહ્યો છે.જેમાં સંયુક્ત પાલિકાના એક અધિકારી સહિત ૪ કર્મચારી એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા હતા.આથી પાલિકામાં સેનેટાઇઝ અને માસ્ક સહિત નિયમોના પાલનને ફરજિયાત કરાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કેસને લઇ આરોગ્ય વિભાગે ૨૬ ધન્વંતરિ રથ અને ૧૯૬ સંજીવની ટીમો તૈનાત કરાઇ છે. જેમણે ૨૬ ધન્વંતરિ ટીમ ૩૫૮૦ લોકોની એક દિવસમાં તપાસ કરી સારવાર આપી હતી. જ્યારે ૧૯૬ સંજીવની ટીમે ઘેરઘેર જઇ ૩૮૩ દર્દીઓનું ટેમ્પ્રેચર, એસપીઓટુ, સર્વેલાન્સ સહિતની કામગીરી કરી હતી. તા.૨૦ જાન્યુઆરીને ગુરુવારના રોજ ૬૫ કેન્દ્ર પર ૧૦,૯૫૩ લોકોએ રસી મૂકાવી હતી. આથી જિલ્લામાં ૧૩,૧૮,૮૯૯એ પ્રથમ અને ૧૨,૭૫,૬૭૭એ બીજા ડોઝ લીધો હતો. જ્યારે ૧૧,૨૨૫ લોકોએ પ્રિકોશન ડોઝ મુકાવતા કુલ ૨૬,૦૫,૮૦૧ લોકોનું રસીકરણ થયું હતું. અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૩,૮૨,૮૦૬ પુરૂષો અને ૧૨,૧૧,૪૪૭ મહિલાઓએ કોરોનાથી રક્ષણ મેળવતી રસી મુકાવી છે. આ રસીકરણ માટે કોવિશિલ્ડની ૨૨,૩૦,૩૩૫ અને કોવેક્સિનના ૩,૭૫,૪૪૬ ડોઝ લીધા હતા. જિલ્લાના ૧૫-૧૭ની ઉંમરના ૭૪,૧૨૧, ૧૮-૪૪ વયના ૧૫,૮૭,૧૩૪, ૪૫-૬૦ની ઉંમરના ૫,૯૮,૩૫૧ અને ૬૦ થી ઉપરની વયના લોકોનો આંક ૩,૪૬,૧૯૫ પર રહ્યો હતો.સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે કોરોનાએ પ્રથમ સદી નોંધાવાની સાથે એક જ દિવસમાં ૧૪૩ કેસો આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી.ત્યારેબીજા દિવસે રેકોર્ડ તોડતા ૧૫૬ નવા પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. આ દિવસે સૌથી વધુ વઢવાણ પંથકમાં ૯૧ કેસ અને સૌથી ઓછા થાન અને સાયલામાં ૦ કેસ નોંધાયા હતા. ચોટીલાના ૭૯ લાખ રૂપિયાની આંગડિયા લૂંટનો મુખ્ય આરોપી લખુભાઇ ખાચરને ચોટીલા પોલીસમાં અન્ય ગુનામાં પકડવાનો બાકી હતો.આથી બુધવારનાં પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફે જેલમાંથી કબ્જાે મેળવી ચોટીલા લાવ્યા હતા. જેનો ગુરુવારે કોવિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતા બેડામાં દોડધામ મચી હતી. આ આરોપી લેવા ગયેલા અધિકારી અને તમામ સ્ટાફનો ટેસ્ટ કરાવતા એક પીએસઆઇ કોરોના પોઝિટિવ અને ચાર પાચ કર્મીઓમાં સિમટમ્સ જણાઇ આવતા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
