સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં મકાનનુ બાંધકામ ચાલે છે, ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજ્યું હોવાનુ જાણવા મળે છે. આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લિટરનો મોટો ટાંકો મુકેલો છે. ત્યારે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનુ મોત નિપજ્યું હતુ. આ ગોઝારા બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતુ. અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. સુરેન્દ્રનગર શહેરમાં અકસ્માત અને અપમૃત્યુના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે સાંજે આ ગોઝારો બનાવ બન્યો હતો. જેમાં શહેરના પાણીની ટાંકીવાળા રોડ પર આસ્થા હોસ્પિટલ પાસેની ગલીમાં એક નિર્માણાધીન મકાન હતુ.જેમાં ૧૦૦૦થી વધુ લિટરનો મોટો અન્ડરગ્રાઉન્ડ ટાંકો આવેલો હતો.ત્યારે આ ગલીમાં રહેતા હેમંતભાઈ શેઠનો ૫ વર્ષીય દીકરો જીયાંશ ગલીમા રમી રહ્યો હતો. તે રમતા રમતા ઢાંકણુ ન હોવાથી ખુલ્લા અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં પડી ગયો હતો. પરિવારજનોને બાળક ન મળતા શોઘખોળ હાથ ધરી હતી પરંતુ મળ્યો ન હતો. સુરેન્દ્રનગર શહેરમાં આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક ભાઈનું મકાન બની રહ્યું છે. તેમાં ૧૦૦૦ લીટરનો મોટો પાણીનો ટાંકો આવેલો છે. આ ટાંકામા બાજુમાં રહેતા સુરેન્દ્રનગરના પ્રખ્યાત ખોડીદાસ પતાસાવાળાના દીકરાનો દીકરો રમતા રમતા ત્યાં ટાંકામાં પડી ગયો હતો. જે અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે રવાના થયુ હતુ. પરંતુ ટાઈમ ઘણો થઈ ગયો હતો. જેમાં તેમના સીસીટીવી કેમેરામાં આ બાળક રમતું રમતું ટાંકામાં પડી રહ્યું છે, એ દેખાય છે. જ્યારે જીયાંસ આવ્યો ત્યારે સાથે એના ભાઈને પણ સાથે લાવ્યો હતો. પાંચ વર્ષ પહેલા બે જાેડકા આવ્યા હતા. આજે એક ભાઈ એનાથી વિખૂટો પડી ગયો હતો. જેમાં ટાંકીમાં ચપ્પલ તરતુ જણાતા પાડોશી તરતા આવડતા લોકોએ શોધખોળ હાથ ધરી હતી. આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા ચીફ ઓફિસરની સૂચનાથી ફાયર વિભાગના દેવાંગ દૂધરેજીયા, જયભાઇ રાવલ, રાહુલ ડોડિયા, ભગીરથસિંહ ઝાલા, ચેતનભાઇ ભલગામી તાત્કાલીક સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં પાણીનો ટાંકો ભરેલો હોવાથી તપાસ હાથ ધરી હતી. પરંતુ ભાળ ન મળતા પાણી છોડી ટાંકામાંથી ઓછું કરી તપાસ શરૂ કરી જેમાં તરવૈયાના પગ સાથે બાળકનો મૃતદેહ અથડાતા મળી આવ્યો હતો. આથી બનાવની જાણ સીટી એડિવિઝન પોલીસને કરાઇ હતી અને ગાંધી હોસ્પિટલ લઇ જવાયું હતું. જ્યાં બાળકને મૃત જાહેર કરાતા પીએમ બાદ પરિવારને સોંપાયું હતુ. આમ ૫ વર્ષના બાળકના મૃત્યુથી પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
