Gujarat

સુરેન્દ્રનગરમાં બીજ પ્રમાણ એજન્સીમાં અધિકારીઓ ગેરહાજર રહેતાં હોબાળો મચ્યો

સુરેન્દ્રનગર
છેલ્લાં ઘણા સમયથી આ કચેરીમાં કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર હાજર ન રહેતા હોવાની ફરિયાદ મળતી હતી. આ મામલે કોંગ્રેસના દસાડા-લખતર મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ દોડી જતા સરકારી કચેરીમાં ભારે હોબાળો મચી ગયો હતો.સુરેન્દ્રનગરમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં અધિકારીઓ હાજર ન રહેતા હોવાથી હોબાળો મચી ગયો હતો. આ સાથે ત્યાં કોંગ્રેસના દસાડા-લખતર મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ દોડી ગયા હતા હાજર ખેડૂત અરજદારો અને નાગરિકોએ તેમને રાવ કરી હતી કે, ઓફિસમાં અધિકારીઓ સમયસર હાજર નથી રહેતા. લોકો પાસેથી હકીકત મેળવી ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ગાંધીનગર ખાતે સચિવ અને કૃષિ મંત્રીને પણ આ અંગે રજૂઆત પહોંચાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *