Gujarat

‘સુશાસન દિવસ’ની ઉજવણી: છોટા ઉદેપુર જિલ્લાના કલેક્ટર સ્તુતિ ચારણને બેસ્ટ DDOનો એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરાયો, જિલ્લાની જનતામાં ખુશીનો માહોલ  

સુશાસન દિવસના રોજ રાજ્યના IASને એવોર્ડ આપવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં છોટા-ઉદેપુરમાં કલેકટર અને અરવલ્લીના તત્કાલીન ડી.ડી.ઓ. સ્તુતિ ચારણને વર્ષ 2017-18ના વર્ષ માટે બેસ્ટ ડીડીઓનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓને સારી કામગીરી બદલ એવોર્ડ આપવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે છોટા ઉદેપુરના હાલના કલેકટર અને અરવલ્લી જિલ્લાના તત્કાલીન ડી.ડી.ઓ. સ્તુતિ ચારણને વર્ષ 2017-18ના વર્ષ માટે બેસ્ટ ડી.ડી.ઓ.નો એવોર્ડ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. સ્તુતિ ચારણ છેલ્લા દોઢ વર્ષથી છોટા ઉદેપુર જિલ્લા કલેકટર તરીકે સાફલ્ય પૂર્વક ફરજ બજાવી રહ્યા છે. આ એવોર્ડ મળતા જિલ્લાની જનતામાં ખુશી જોવા મળી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20221225_235152.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *