કલેક્ટરશ્રી રચિત રાજે સુશાસન સપ્તાહના ભાગરૂપે જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ અને કલેક્ટર કચેરીના શાખાના વડાઓ સાથે બેઠક યોજી નિયત સમય મર્યાદામાં ફરિયાદો ઉકેલ લાવવા અને ગુણાત્મક જાહેર સેવાઓ પુરી પાડવા માટે પરામર્શ કરવાની સાથે જરૂરી સૂચનાઓ આપી હતી.
જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્રના વિવિધ પરિણામો પર અસરકારક અને સતર્ક રીતે હેમખેમ રાખવા માટે એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા મહેસુલી સહિતની કામગીરી નિરિક્ષણ માટે સીએમ ડેશ બોર્ડ, આરએફએમએસ, ઇ-ધારા એન્ટ્રી, પીએમ ગતિશક્તિ, સ્વાગત અને સીએમઓ પોર્ટલ હોય છે. આ તમામ માપદંડો અને પોર્ટલ પર દેખરેખ રાખવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. જેથી નિયમિત પરિણામોની સ્થિતિ અને પ્રગતિ વિશે સમીક્ષા કરી શકાય. આમ, ફરિયાદોના નિવારણમાં જૂનાગઢ જિલ્લો ટોચનું સ્થાન પ્રાપ્ત કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આમ, સમાજના અંતિમ તબક્કાના લોકો સુધી પહોંચવા માટે રાત્રીસભા સહિતના સંચિત પ્રયાસો વહીવટી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.


