અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહની બેઠક યોજાઈ.
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જિલ્લા કલેકટરની કચેરી નડિયાદ ખાતે અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ “પ્રસાશન ગાંવ કી ઔર- ૨૦૨૨”ની બેઠક યોજાઈ . કેન્દ્ર સરકાર દ્વારા ૧૯ ડિસેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટરશ્રીએ બેઠક યોજી જિલ્લાના તમામ વિભાગોના કામગીરીની અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમીક્ષા કરી હતી
જેમાં જિલ્લા અધિક નિવાસી કલેકટરએ જિલ્લા નિરીક્ષક જમીન -દફતરના અધિકારી સાથે ગામઠાણ યોજના, સ્વામિત્વ યોજનાની જિલ્લામાં થયેલ કામગીરી વિષે ચર્ચા કરી સાથોસાથ બી.એસ.પટેલે અધિકારીઓને સામાન્ય માણસને પ્રોપર્ટી કાર્ડથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કર્યા.
આ બેઠકમાં પશુપાલન શાખાના અધિકારી એ જણાવ્યું કે રાષ્ટ્રવ્યાપી નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NADCP) અંતર્ગત ખરવા-મોવાસા રોગ નિયંત્રણ (FMD) અન્વયે ગાય અને ભેંસ પશુઓમાં જિલ્લામાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ૧૫,૮૫૪ પશુઓને સુશાસન સપ્તાહમાં રસીકરણ કરવામાં આવેલ છે. સાથોસાથ તેમણે જણાવ્યું કે, ૧૨૦૧ પશુપાલકોને કિસાન ક્રેડીટ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે . જેમાં સુશાસન સપ્તાહમાં ૨૧૨ KCC અરજીઓ એકત્રિત કરવામાં આવી અને ૨૦ પશુ સારવાર કેમ્પ કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારનો અતિમહત્વકાંક્ષી ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અન્વયે ઇ-એફ.આઈ.આર, સિટીઝન પોર્ટલ/સીટીઝન ફસ્ટ એપ્લીકેશનની ચર્ચા અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી. બી.એસ.પટેલે જિલ્લાના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી અને તેમના કામને બિરદાવ્યું.
સુશાસન સપ્તાહ “પ્રસાશન ગાંવ કી ઔર- ૨૦૨૨” બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


