Gujarat

સેટેલાઈટમાં ભરબપોરે ટ્યૂશન માટે જતી કિશોરીની બે યુવકે છેડતી કરતા ફરિયાદ

અમદાવાદ
સેટેલાઈટ સ્ટાર બજાર પાસેના એક ટાવરમાં રહેતી ૧૫ વર્ષની સગીરા નિત્યક્રમ અનુસાર ઘરેથી ચાલતી ટયુશન – કલાસીસમાં જવા માટે નીકળી હતી. લગભગ બપોરે આ સગીરા સેટેલાઈટ પ્ર?ભવ – ૭ બંગલો પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે સામે એક રિક્ષા પાર્ક કરીને ૨ યુવાન ઊભા હતા. તેમાંથી બ્લુ શર્ટ પહેરેલો એક યુવાન સામેથી કિશોરીની પાસે આવ્યો હતો અને તેનો ખભો અને હાથ પકડી લીધો હતો, જેથી કિશોરીએ તેનો પ્રતિકાર કરીને તેના પગ ઉપર પગ મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેનો બીજાે સાગરીત કિશોરી પાસે આવ્યો હતો અને તેણે કિશોરીની ગરદન દબાવીને મોં પકડી લીધું હતું, જેથી તે કિશોરીએ બ્લૂ શર્ટ વાળા યુવાનને કોણી મારીને પકડ છોડાવીને બીજા યુવાનનો પ્રતિકાર કરીને ગરદન છોડાવીને ત્યાંથી ભાગી હતી. થોડે દૂરથી આ કિશોરી રીક્ષામાં બેસીને કલાસીસમાં પહોંચી હતી. ત્યાંથી આ કિશોરીએ એક બહેનપણીના મોબાઈલ ફોનથી માતાને ફોન કર્યો હતો. માતાએ તાત્કાલિક કિશોરીના પિતાને ફોન કરીને જાણ કરતા તેઓ કલાસીસ ઉપર આવી પહોંચ્યા હતા. કિશોરીને સાથે રાખીને તેના માતા – પિતા ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યા સુધીમાં ત્યાં રિક્ષા કે બંને યુવાન હાજર ન હતા. સેટેલાઈટ પીઆઈ કે.વાય.વ્યાસે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે બંને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી શકાય તેવી કોઈ કડી મળી નથી. કિશોરી સાથે છેડતીની આ ઘટના બની હતી. જેથી પોલીસે આ સમયના ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ એકત્રિત કરવા એક ટીમને કામે લગાવી છે. જ્યારે બીજી બાજુ બીજી એક ટીમને તે વિસ્તારમાં ઊભા રહેતા રિક્ષા ચાલકોની પૂછપરછ કરવા માટે કામે લગાવવામાં આવી છે. જે રીતે બંને યુવાનોએ જાહેરમાં કિશોરીની પકડીને તેની છેડતી કરી હતી. તે જાેતાં બંને યુવાનો નશાના બંધાણી અથવા અંગત અદાવતમાં કોઈના કહેવાથી કિશોરી ઉપર હુમલાના પ્રયાસની આશંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *