Gujarat

સોમનાથના દરિયામાંથી ફીશીગ બોટ અને પીલાણી હોડી સાથે ૭ માછીમારો ઝડપાયા

વેરાવળ
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દરીયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી બે બોટોને ઝડપી લેવામાં આવી છે. જિલ્લાા મરીન પોલીસે દરીયાઇ સુરક્ષા બાબતે તંત્ર સર્તક હોવાની સાબિત સમાન કાર્યવાહી કરી છે. જે અંગે માહિતી આપતા સોમનાથ મરીનના પીઆઇ એન.જી. વાધેલાએ જણાવ્યું કે, દરીયામાં અમુક બોટો કોઈપણ જાતની મંજૂરી વગર ફરી રહી હોવાની બાતમી મળી હતી. જેને લઈ પીએસઆઇ વી.આર.રાઠોડ, હે.કો.પ્રવિણ બામણીયા સહિતનો સ્ટામફ સરકારી સ્પીપડ બોટમાં સોમનાથના દરીયામાં પેટ્રોલીંગ અર્થે જઈ મધદરીયે બોટોનું ચેકીગ કર્યુ હતું. સોમનાથ મંદિરની સામેના દરીયામાં અંદાજે છ નોટિકલ માઈલ દુર માછીમારી કરી રહેલી નં.આઈએનડી-જીજે-૩૨-એમએમ-૨૮૭૩ ઘનલક્ષ્મીઈ નામની બોટ પાસે જઈ તેમાં રહેલા મહેન્દ્રી દીનુ મેઢા, રાહુલ લખુ કાકર, રાજેશ ચંદે બેગડા, હસમુખ મેઢા, સુનીલ વાંગડ સહિત પાંચ માછીમારો પાસે માછીમારી કરવા દરીયામાં જવા અંગેની પાસ પરમીટ, બોટ રજી.ના કાગળો તથા મુવમેન્ટ રજીસ્ટરની માંગણી કરી ચેક કર્યા હતા. જેમાં તેઓએ અત્રેની ફીશરીઝ વિભાગ કચેરીમાંથી દરીયામાં માછીમારી કરવા જવા માટે તા.૧૫-૨-૨૨ થી તા.૭-૩-૨૨ સુધીનું ટોકન (પરમીશન) લીધેલું હતી. ત્યાારબાદ માછીમારી કરવા માટે કોઈ ટોકન લીધા વગર માછીમારી કરી રહ્યાનું સામે આવ્યુુ હતું. જેના આધારે દરીયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ તેમાં રહેલા પાંચેય માછીમારોની અટક કરી તેઓ સામે ગુજરાત મત્સ્યોધોગ નિયમોની કલમો મુજબ ગુનો નોંઘી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દરીયામાં નિયમિત પેટ્રોલીંગ અર્થે સ્ટા્‌ફના લલીત ચુડાસમા, રવિરાજ બારડ, રાજેશ ડોડીયા સરકારી બોટમાં મુળદ્રારકા તરફના દરીયામાં ગયા હતા. ત્યાગરે મુળદ્વારકા જેટીથી અંદાજે ૩ નોટીકલ માઈલ દુર દરીયામાં રજી.નંબર આઈએનડી-જીજે-૩૨-એમઓ ૬૩૦૬ જય શીતળામાં નામની પીલાણી (નાની) હોડી દરીયામાં માછીમારી કરી રહી હતી. જેથી તેની નજીક પહોંચી હોડીમાં રહેલા માછીમાર (૧) લાલજી સોમવાર ફુલબારીયા, (૨) મનોજ લાલજી ફુલબારીયા બંને રહે.મુળદ્વારકાવાળા પાસે માછીમારી કરવા અંગે પાસ પરમીટ, બોટ રજી.ના કાગળો તથા મુવમેન્ટ રજીસ્ટર મેળવી ચેક કરતા તેઓએ ફીશરીઝ વિભાગમાંથી દરીયામાં માછીમારી કરવા જવાનું ટોકન નહી લીધાનું જાણવા મળેલ હતુ. જેના આઘારે દરીયામાં ગેરકાયદેસર માછીમારી કરવા બદલ બંને માછીમારોની અટક કરી તેઓ સામે ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમોની કલમો મુજબ ગુનો નોંધી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

7-fishermen-caught.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *