Gujarat

સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજ્યું

ગીર સોમનાથ
આજથી પ્રારંભ થયેલ શ્રાવણ માસમાં સોમનાથ મંદિરમાં પૂજાવીધીનો દૈનિક કાર્યક્રમ આ મુજબ રહેશે. જેમાં સોમનાથ મંદિરના દ્રાર ૫ઃ૩૦ વાગ્યે્‌ ખુલ્યા બાદ ૬ઃ૧૫ વાગ્યેો પ્રાતઃમહાપુજન અને ૭ વાગ્યેન પ્રાતઃ આરતી થશે. ૭ઃ૪૫ વાગ્યેર સવાલક્ષ બિલ્વા્‌ર્ચન, ૯ વાગ્યે યાત્રીકોએ નોઘાવેલ રૂદ્ર અને મૃત્યુંજય પાઠ થશે., ૧૧ વાગ્યેજ મઘ્યા?હન મહાપૂજા- મહાદુગ્ઘ? અભિષેક અને ૧૨ વાગ્યેઅ મઘ્યાપહન આરતી થશે. સાંજે ૫ થી ૮ સાયં શણગાર દર્શન- દિપમાળા અને સાંજ ૭ વાગ્યેઅ સાયં આરતી થશે. બાદ રાત્રીના ૧૦ વાગ્યે મંદિર બંધ થશે. શ્રાવણ માસમાં આવતા તહેવારોના તથા રવિવાર- સોમવારના ખાસ દિવસોમાં ભાવિકોના ઘસારાને ઘ્યોને લઈ સોમનાથ મંદિર વ્હેોલીસવારે ૪ વાગ્યેત ખુલ્યો બાદ સંગ ૧૮ કલાક ખુલ્લન રહયા પછી રાત્રીના ૧૦ વાગ્યેક બંઘ થશે. જયારે શ્રાવણ માસના બાકીના દિવસોમાં મંદિર નિત્યલક્રમ મુજબ સવારે ૫ ઃ ૩૦ વાગ્યેક ખુલ્યો બાદ રાત્રીના ૧૦ વાગ્યે બંઘ થશે. શ્રાવણ માસ દરમ્યાનન દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીના સમયે ભાવિકો ઉભા નહીં રહી શકે અને ચાલતા ચાલતા દર્શન કરવાના રહેશે. શ્રાવણ માસ માટે ગુરૂકુળ શંખ સર્કલથી રામ મંદિર સુધીનો રસ્તો એકમાર્ગીય રહેશે. યાત્રાઘામમાં સ્વેચ્છ તા જાળવવા ખાસ આયોજન અંર્તગત ડસ્ટ બીનો મુકવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મહાદેવને દરરોજ અલોકિક શણગારો કરવામાં આવશે જેના ન્યોછાવરના યજમાન બનવાનો લાભ ભાવિકો લઇ શકશે. મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, સોમેશ્વર મહાપૂજા સહિત પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ ઉઉઉ.ર્જીંસ્દ્ગછ્‌ૐ.ર્ંઇય્ ઉપરથી ઓનલાઇન નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ઘરેબેઠા પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે.આજથી શિવની ભક્તિના પવિત્ર એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોતિલીંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી ધીમીધારે ભાવિકોનો પ્રવાહ ઉમટી રહ્યો હતો. મંદિર ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઈ હતી. તો શ્રાવણ માસને લઈ મંદિરમાં ભાવિકોને પ્રવેશ માટે કરાયેલ નવી વ્યવસ્થા સફળ બની હોય તેમ સરળતાથી દર્શન કરી રહ્યા હતા. પરિસરમાં શિવની આરાધના જાપ કરવા માટે ખાસ ઉભી કરાયેલ વ્યવસ્થાનો પણ ભાવિકો લાભ લઇ રહ્યા હતા. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરના દ્વાર સવારે ૫ઃ૩૦ વાગ્યેિ ખુલ્યાજ બાદ ૬ઃ૧૫ વાગ્યે પ્રાતઃમહાપુજન અને ૭ વાગ્યેન પ્રાતઃ આરતી થઈ હતી. તે સમયે મહાદેવને પીતાંબર અને ફૂલોનો અલોકિક શણગાર કરવામાં આવ્યો હતો. બાદ ૭ઃ૪૫ વાગ્યેન સવાલક્ષ બિલ્વા ર્ચન, ૯ વાગ્યેિ યાત્રીકોએ નોઘાવેલ રૂદ્ર અને મૃત્યુંજય પાઠનો.પ્રારંભ થયો હતો. શ્રાવણ માસની મહાદેવને પ્રથમ ધ્વજારોહણ પૂજા મંદિર ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઇ સાહેબના હસ્તે થઈ હતી. જેમાં ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા, એકઝી.અધિકારી દિલિપભાઇ ચાવડા, મંદિર ડીવાયએસપી એમ.એમ.પરમાર સાથે રહ્યા હતા. બાદ તમામ અધિકારીઓએ પરીસરમાં ટ્રસ્ટ અને પોલીસ દ્વારા કાર્યરત કરાયેલા બંન્ને સહાયતા કેન્દ્રોની મુલાકાત લીધેલ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. શ્રાવણ માસને લઈ ભાવિકોને મંદિર પ્રવેશ માટે ઝોગઝેક પ્રકારની ૬ લાઈનો મારફત પુરૂષો-સ્ત્રીઓને અલગ અલગ કરાયેલ વ્યવસ્થા જાેવા મળી હતી. જે લાઈનો મારફત પ્રવેશ કરી ભાવિકો સરળતાથી મહાદેવના દર્શન કર્યાનો અનુભવ કરી રહ્યા હતા. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે વ્હેલી સવારથી જ ધીમીધારે ભાવિકોનો પ્રવાહ મંદિર ખાતે ઉમટી રહેલ જાેવા મળતો હતો. તેમના હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર નાદથી મંદિર પરીસરનું વાતાવરણ શિવમય બની ગયુ હતુ. મંદિર પરિસર બહાર કુટીર ઉભું કરી બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ જેનો લાભ લઇ ભાવિકો શિવના જાપ કરી આરાધના કરી રહ્યા હતા. આમ આજે હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ સાનિધ્યે શરૂ થયેલ શિવોત્સવ આગામી ૩૦ દિવસ સુધી અવિરત ચાલશે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *