Gujarat

સોમી અલીએ સલમાનને ધમકી આપતી પોસ્ટ ડિલીટ કરી નાંખી

મુંબઈ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ કરી હતી, જેણે બધાને ચોંકાવી દીધા છે. સોમી અલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો સલમાન ખાન અને ભાગ્યશ્રીની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના ‘આતે-જાતે’ સોંગ પરથી લેવામાં આવ્યો છે. આ તસવીરમાં સલમાન અને ભાગ્યશ્રીનો ચહેરો બતાવવાને બદલે માત્ર તેમનો પડછાયો જ દેખાય છે. આ પોસ્ટમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચનને પણ ટેગ કર્યું છે. આ પોસ્ટને શેર કરીને સોમી અલીએ સલમાન ખાનનું નામ લીધા વગર ખુલાસો કરવાની ધમકી આપી છે. સોમીની આ ધમકીથી ફિલ્મી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. સોમી અલીની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. જાેકે, સોમીએ આ પોસ્ટ પર લિમિટેડ કોમેન્ટ એક્સેસ આપી છે એટલે કે સોમી અલીને ફૉલો કરનારા લોકો જ તેની પોસ્ટની નીચે કૉમેન્ટ કરી શકે છે.જાે કે હવે તેણે આ પોસ્ટ ડિલીટ પણ કરી નાખી છે.આ કારણે તે સલમાન ખાનના ફેન્સના હાથે ટ્રોલ થવાથી બચી ગઈ છે, પરંતુ હવે દરેક વ્યક્તિ એ જાણવાની કોશિશ કરી રહી છે કે સોમી અલી કયા ખુલાસાનો ઉલ્લેખ કરી રહી છે. આ પોસ્ટમાં સોમી અલીએ લખ્યુ હતુ કે, બોલિવૂડના હાર્વે વેનસ્ટેન. તમે ખુલ્લા પડી જશો. તમે જે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે, તેઓ ચોક્કસપણે એક દિવસ દુનિયાની સામે આવશે અને સત્ય બધાની સામે આવશે. ઐશ્વર્યા બચ્ચનની જેમપ..! હાર્વે વેનસ્ટેન એક અમેરિકન ફિલ્મ નિર્માતા છે જે જાતીય શોષણ માટે સજા ભોગવી રહ્યા છે. ૨૦૨૦માં તેને ૨૩ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ૮૦ થી વધુ મહિલાઓએ હાર્વે પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમના પર આરોપ લગાવનારી આ મહિલાઓમાં હોલિવૂડ અભિનેત્રી જેસિકા માન, હાર્વે વેઈનસ્ટીનની પૂર્વ સહાયક મીમી હેલીનો સમાવેશ થાય છે. જ્યારે તેને સજા થઈ ત્યારે હોલીવુડની ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓએ ટિ્‌વટર પર ટિ્‌વટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

Somi-Ali-Salman-khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *