Gujarat

સોશિયલ મીડિયા પર સરપંચ ઉમેદવારના ચૂંટણી વાયદા પોસ્ટરની થઈ રહી છે ચર્ચા

હરિયાણા
સોશિયલ મીડિયા પર હાલ એક સરપંચ ઉમેદવારના અજીબો ગરીબ વાયદાઓની ચર્ચા થઈ રહી છે. હરિયાણામાં સરપંચની ચૂંટણીમાં એક ઉમેદવારે એવા એવા વાયદાઓ કર્યા છે કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો અને સાથે સાથે તમે તમારી હસી પર કંટ્રોલ પણ નહીં કરી શકો. તો કેવા છે સરપંચ ઉમેદવારના અજીબો ગરીબ વાયદાઓ વાંચો. ચૂંટણીઓ આવતા જ રાજનેતાઓ મતદારોને રિઝવવા માટે વાયદાઓ કરતા હોય છે. કેટલાક વાયદાઓ તો પુરા થઈ શકે તેવા હોય છે, જ્યારે કેટલાક વાયદાઓ એવા હોય છે કે જેના વિશે જાણીને તમે વિચારમાં પડી જાઓ કે શું હકિકતમાં આવા વાયદાઓ પુરા થઈ શકે છે. તમને થતું હશે કે અમે ચૂંટણીના વાયદાઓની વાત કેમ કરી રહ્યા છીએ તો સોશિયલ મીડિયા પર એક સરપંચ ઉમેદવારના ચૂંટણી વાયદાના પોસ્ટરની ચર્ચા થઈ રહી છે. નજીકના સમયમાં જ હરિયાણામાં સરપંચની ચૂંટણી થવા જઈ રહી છે. આવામાં હરિયાણાના એક સરપંચના ઉમેદવારે એવા એવા વાયદાઓ કરી નાંખ્યા કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. સરપંચ ઉમેદવારે મતદારોને ૧૩ વાયદાઓ કર્યા છે કે એકથી એક ચઢિયાતા છે. તો કેવા છે સરપંચ ઉમેદવારના અજીબો ગરીબ વાયદાઓ…તમે એક પોસ્ટર જાેઈ શકો છો..હરિયાણાના સોનીપતના સિરસાઢ ગામમાં સરપંચની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર છે જયકરણ લઠવાલ. પોસ્ટરમાં પહેલા તો આ જનાબના ખુબ વખાણ કરવામાં આવ્યા છે. ઉમેદવાર વિશે લખવામાં આવ્યું છે કે તેઓ શિક્ષિત, મહેનતી, કર્મઠ, ઝુઝારુ, ઈમાનદાર ઉમેદવાર છે. હવે ઉમેદવારે જે વાયદાઓ કર્યા છે તે તેના વિશે પણ જાણી લો. આ જનાબ સરપંચ બની ગયા તો કેવી રીતે ગામની કાયાપલટ કરી નાંખશે તે વિચારવા જેવી બાબત છે. સરપંચ ઉમેદવારના અજીબો-ગરીબ વાયદાઓ કે જાણી સૌ કોઈ ને વિશ્વાસ જ નહિ થઇ રહ્યો અને આની ચર્ચા તો સોશિયલ મીડિયામાં પણ વધારે છે અને જાે જણાવી દઈએ તો તેમાં સૌ પ્રથમ તો વાયદો એ છે કે ગામમાં ૩ એરપોર્ટ બનાવડાવશે બોલો આવો વાયદો પણ ગામ નો સરપંચ કરી શકે ખરા.. બીજાે વાયદો એ છે કે મહિલાઓને ફ્રી મેક અપ કિટ આપવામાં આવશે અને ત્રીજાે વાયદો તો એવો કે ગામમાં પેટ્રોલ ૨૦ રૂપિયા પ્રતિ લીટર મળશે અને જાે ચોથો વાયદો તો કોઈને વિશ્વાસ જ નહિ થાય કે ગામના દરેક પરિવારને એક બાઈક મળશે મફત… શું થશે વિશ્વાસ હજુ તો બાકી છે વાયદાઓની લીસ્ટ. હજુ તો ચાર જ વાયદાઓ વિષે જાણ્યું અને હવે પાંચમો વાયદો તો એવો ભયંકર છે કે સરકારી તિજાેરી પણ ખાલી કરી દે પાંચમો વાયદો બીજાે કોઈ નહિ પરંતુ ય્જી્‌ (જી.એસ.ટી) નાબુદ કરવાનો છે બોલો છે સરકારી તિજાેરી ખાલી કરીદે એવો વાયદો. અને છઠો વાયદો દરેક નાશેડીઓ માટે માટીના રણમાં પાણી મળવા જેવી ખુશી મળે તેવો વાયદો કે નશેડીઓને દરરોજ એક બોટલ દારૂ મળશે મફત… છે ને દરેક નાશેડીઓ માટે જાેરદાર ઓફર. હવે તો સાતમો તો શું વિચારીને વાયદો કર્યો છે કે શું કહેવું એ જ વિચારે ચઢે બધા. સાતમો વાયદો છે ગામના દરેક યુવકને સરકારી નોકરી મળશે… અને આ બધું તો ઠીક પણ હવે જાે ટેકનોલોજી તો ભૂલી જ ન શકાય કે આઠમો વાયદો એ છે કે ગામમાં ફ્રી વાઈ-ફાઈ ની મળશે સુવિધા.. અને હવે જાે રશોડાની જાન હોય તો એ રશોઈ ગેસ કહેવાય છે અને નાવમાં વાયદામાં તો રસોઈ ગેસની કિંમત ૧૦૦ રૂપિયા.. અને દસમો વાયદો તો એવો છે કે સાચે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ફેન(ભક્ત) સાબિત થાય જાે આ વાયદો પૂરો કરે તો.. આ વાયદો છે કે ગામમાં સરપંચ દ્રારા દરરોજ મન કી બાત… અરે હજુ તો ઉભારહી જાઓ આગીયારમો વાયદો તો બધાને માટે વિશ્વાસ બહારનો જ છે અને આવો વાયદો તો સાચે જ બધા વિચારે જ ચડ્યા અને આ છે વાયદો કે સિરસાઢથી ગોહાના માટે દર પાંચ મિનીટે હેલિકોપ્ટરની મળશે સુવિધા…આ વાયદાઓ વિશે જાણીને લોકોના મનમાં સવાલ આવી રહ્યો છે કે આવું તો પ્રધાનમંત્રી પદના ઉંમેદવાર પણ વિચારી ન શકે. સોશિયલ મીડિયા પર સરપંચ ઉમેદવારના વાયદાનું પોસ્ટર વાયરલ છે અને આ સરપંચ ઉમેદવારના વાયદાઓની ચર્ચા થઈ રહી છે સાથે સાથે કેટલાક લોકો તો આ વાયદાઓની મજા લઈને આ ગામમાં શિફ્ટ થવાની વાત કહી રહ્યા છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *