ગીર સોમનાથ
ગીરમાં કેસર કેરીનાં આંબાઓમાં ગત વર્ષે ફુંકાયેલા વાવાઝોડાની અસરથી આંબાના વૃક્ષોને ગીર સોમનાથ જિલ્લોમાં સૌથી વધુ ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં નુકસાન થયું હતું. તો તાલાલા, ગીર પંથકમાં એવરેજ નુકસાન થયું હતું. વાવાઝોડામાં ફુંકાયેલા ભારે પવનના લીઘે અસંખ્ય આંબાના વૃક્ષોની ડાળીઓ તુટી જવા સાથે સેંકડો વૃક્ષોના મુળીયામાં મોટી હલચલ થઇ હોવાથી આંબાના બગીચાઓમાં દર વર્ષે કેરીના પાકની ચાલતી કુદરતી પ્રક્રીયાની સાયકલ પણ ચાલુ વર્ષે ખોરવાઇ ગયેલી જાેવા મળી હતી. જેના કારણે કેરીના આંબામાં મોર ઓછા ફુટતા જાેવા મળ્યા હતા અને જે મોર ફુટ્યા તે આખરી તબક્કામાં ફુટેલા જાેવા મળ્યા હતા. તો ખેડૂતોમાં બંધારણની ફરિયાદ હતી. તો હવે મધિયો રોગ આવતાં આંબાને નુકસાન થઇ રહ્યું છે. ગીર પંથકના વિસ્તારોમાં કે જ્યાં હાલ ૩૫થી ૩૮ ડિગ્રી તાપમાનનો પારો છે અને જેમ જેમ તાપમાન વધે એટલે કેસર કેરીના બગીચાઓમાં જાેવા મળતો રોગો ક્રમશઃ ઓછા થતા જાય છે. પરંતુ ચાલુ વર્ષે ગીર પંથકમાં પ્રથમવાર ૩૫ ડિગ્રીથી વધુ તાપમાનમાં ‘મધિયો’ રોગ આંબાના બગીચામાં જાેવા મળ્યો છે. એ પણ એવા સમયે જ્યારે કેસર કેરીના આંબાના બગીચાઓમાં પાક ખીલવાના આખરી તબક્કામાં આવેલ મોરમાં હાલમાં નાની કેરીઓ બંધાયેલી છે. આ રોગના કારણે નાની કેરીઓ ખરવા લાગી છે. જેથી તાલાલા ગીર સહિત સમગ્ર ગીર વિસ્તારમાં પથરાયેલા આંબાના બગીચાઓમાં કેસર કેરીના પાકને રોગથી બચાવવા માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે. આંબાઓમાં મધિયો-તડતડીયો રોગ વધવા લાગતા ખેડૂતો દવાનો છંટકાવ કરીને થાકવા લાગ્યા છે. કારણ કે, છેલ્લા દસ વર્ષ દરમિયાન ક્યારેય પણ આંબાઓમાં આટલો દવાનો છંટકાવ કરાયો નથી. ચાલુ વર્ષે આટલી દવાનો ખર્ચ કર્યો હોવા છતા કેસર કેરીના પાકનું ઉત્પાોદન કેટલું થશે તેનો કોઇ અંદાજ અનુભવી શકાતો ન હોવાની હૈયાવરાળ તેમણે વ્યોક્ત કરી હતી. નવેમ્બર માસથી આંબાના વૃક્ષોમાં મોર ફુટવાની કુદરતી પ્રક્રિયા શરૂ થયા બાદ મધિયો, ફુગ, કથીરી જેવા રોગો જાેવા મળતા હોય છે. તેમ આ વર્ષે ગીર વિસ્તાકરમાં આંબાઓમાં મધિયો નામનો રોગ નવેમ્બબરથી જાેવા મળી રહ્યો હતો. આ રોગમાં પાનનો રસ ચુસી અને એક ચીકણો પદાર્થ ઝરે છે. બાદમાં કાળા કલરની ફુગ વિકસે છે. આ રોગ હિટવેવના સમયગાળામાં નબળો પડે છે અને જાે ઠંડુ વાતાવરણ સર્જાય તો રોગ વધે છે. આ રોગને અટકાવવા માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવો પડે છે. આ રોગ વધે તો કેસર કેરીના ફળ પર કાળા ડાઘ પડવાની સાથે ફળની ગુણવત્તા બગાડે છે. મધિયા રોગને અટકાવવા માટે ખેડૂતો દવાનો છંટકાવ કરી રહ્યા છે. આ હિટવેવને લઈ મધિયો રોગ ઓછો થવો જાેઈએ તેની જગ્યાએ વાતાવરણમાં વારંવાર થતા ફેરફારના કારણે વધી રહ્યો હોવાથી તેની સીધી અસર કેસર કેરીના પાકના ઉત્પાવદનમાં પણ જાેવા મળી શકે છે. જેથી બજારમાં કેસર કેરીના ભાવ પર પણ તેની અસર પડવાની આંશકા જાણકારો વ્યણક્ત કરી રહ્યા છે.


