ગિરગઢડા
ભરત ગંગદેવ
સૌરાષ્ટ્રમાં ચોટીલા નજીક વિશાળ જગ્યામાં બની રહેલ રઘુવંશ ગૌરવ સમાન રામધામના આમંત્રણ નિમિતે ઉતર ગુજરાતમાં પધારેલ માનનીય નવીનભાઈ પૂજારા,માનનીય ચંદુભાઈ ઠકકર તેમજ માનનીય પ્રદીપભાઈ મજેઠીયાનું ડીસાના અખિલ રઘુવંશી લોહાણા સમાજ વતી ડીસા જલારામ મંદિર ખાતે ઢબૂકતા ઢોલના નાદે ભવ્યાતિભવ્ય સ્વાગત, આવકાર,સન્માન…..
ભગવાનભાઈ બંધુના બાપા સીતારામ જય જલારામ
સૌરાષ્ટ્રમાં ચોટીલા નજીક રઘુવંશ ગૌરવ સમાન વાંકાનેર નિવાસી માનનીય જીતેન્દ્રભાઈ સોમાણી અને તેમની સમગ્ર અતિ મજબૂત રઘુવંશી ટીમના નિષ્ઠાપૂર્ણ પ્રયત્નો થકી “શ્રી રામધામ” બનવા જઈ રહેલ છે.આ નિમિતે તારીખ 10,11,12 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ વંદનીય સંતો અને લોહાણા જ્ઞાતિજનોની પાવન ઉપસ્થિતિમાં “શ્રી રામ મહાયજ્ઞ” નું અતિ દિવ્ય,ભવ્ય,પવિત્ર આયોજન કરાયેલ છે.
આ નિમિતે આમંત્રણ આપવા સૌરાષ્ટ્રના કર્મઠ રામસેવકો માનનીય નવીનભાઈ પૂજારા, ચંદુભાઈ ઠકકર, પ્રદીપભાઈ મજેઠીયા તારીખ 4 અને પ ફેબ્રુઆરી ઉતર ગુજરાતના મોંઘરા મહેમાન બન્યા હતા.તેમને વારાહી,રાધનપુર,ભાભર,દિયોદર, થરા,શિહોરી,ભીલડી,ડીસા,પાલનપુર, પાટણ,હારિજ, મહેસાણા,વિસનગર, ગાંધીનગર સહિતના તમામ નગરોમાં આપણા અખિલ રઘુવંશી લોહાણા સમાજ દ્રારા જબરજસ્ત આવકાર,સ્નેહ, હૂંફ, લાગણી ,સન્માન આપી સમગ્ર ઉતર ગુજરાત ના રઘુવંશી લોહાણા સમાજ દ્રારા આમંત્રણનો સહર્ષ સ્વિકાર થયો તે ખૂબ જ આનંદ અને વિશેષ ગૌરવની બાબત છે..
ઉતર ગુજરાતના અખિલ રઘુવંશી લોહાણા સમાજે જે એકતાનાં દર્શન કરાવ્યાં એ બદલ સૌનો ખૂબ ખૂબ ખૂબ આભાર..વંદન..અભિનંદન..
આ કાર્યક્રમમાં ઉતર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા ભાઈઓ, બહેનો,યુવાનો હાજરી આપી ઉતર ગુજરાત લોહાણા સમાજનું ગૌરવ વધારે તેવી પણ વિનંતી…
ઉતર ગુજરાત ના અખિલ રઘુવંશી લોહાણા સમાજનો ફરી ફરીથી ખૂબ ખૂબ આભાર…

