ભારત વિકાસ પરિષદ – જેતપુર શાખા દ્વારા યોજાયેલ “રાષ્ટ્રીય સમૂહગાન” સ્પર્ધામાં અવ્વલ નંબરે આવેલ શ્રી કુંભાણી મ્યુનિ.ગર્લ્સ સ્કૂલ વિદ્યાર્થીનીઓ તારીખ બીજી ઓકટો.રવિવારે આત્મીય કોલેજ, રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ખુબ જ આત્મવિશ્વાસ સાથે રાષ્ટ્રીય પ્રકલ્પની સ્પર્ધાને અનુરૂપ ત્રિરંગા પોશાક પહેરી હિન્દી સમૂહ ગીત રજૂ કરી પ્રાંત પદાધિકારીઓ તથા ઓડિયન્સ ને પ્રભાવિત કરેલ.
આ ગીતમાં સંગીત વાદ્ય ટીમમાં વાસુ ધોળકિયા,ધ્રુવી લાઠિગરા અને બંસલ જાજલ દ્વારા ગીત સાથે સંગીત સુર પુરાવવા સેવા આપેલ હતી.આ ટીમને પ્રાંત હોદેદારશ્રીઓ હસ્તે આકર્ષક પ્રમાણપત્ર તથા પુરસ્કાર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.સાથે સાથે દિપેશ ધોળકિયા સર (જ્ઞાન ગંગા ક્લાસિસ,જેતપુર) હસ્તે દરેક બાળાઓને આકર્ષક ફ્રેમિંગ સાથેનો ગ્રુપ તસવીર એક એક ફોટો અર્પણ કરી દરેક બાળાઓને બિરદાવવામાં આવેલ હતી.
આ પ્રાંત સ્પર્ધામાં જેતપુર શાખામાંથી “રાષ્ટ્રીય સમૂહગાન” સ્પર્ધાના સંયોજક રાકેશભાઈ નાગર, દિપેશ ધોળકિયા સાહેબ,ટીમ લીડર માન.પૂર્વાબેન ધોળકિયા તથા વાલીઓ સચીનભાઈ દવે,કૌશિકભાઈ નિર્મળ,હર્ષ પડિયા વગેરે ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.
