Gujarat

સ્કુલોમાં ૨૫ ટકા ફી માફી ન અપાતા શિક્ષણમંત્રીના ફોટો પર રૂપિયાનો હાર પહેરાવી રેલી કાઢી

અમદાવાદ
અમદાવાદમાં વસ્ત્રાપુર ડીઇઓ કચેરી ખાતે એનએસયુઆઈ ના કાર્યકરોએ ૨૫ ટકા ફી માફી માટે શિક્ષણમંત્રીના ફોટા સાથે રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષણમંત્રીને ફોટા પર ૨૦૦૦ની નકલી નોટોનો હાર પહેરાવ્યો હતો.ખાનગી શાળા સંચાલકોને ખાનગી શિક્ષણમંત્રીના નારા પણ લગાવવામાં આવ્યા હતા અને ૨૫ ટકા ફી માફી માટે માંગણી કરવામાં આવી હતી. આ અંગે એનએસયુઆઈના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે જુના શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે છતાં નવા શિક્ષણમંત્રી દ્વારા ફી માફી કરવામાં આવી નથી. ઉપરાંત ફીમાં વધારો આપવામાં આવ્યો છે. જેથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણમંત્રી ખાનગી સંચાલકોના છે. અમારી માંગણી છે કે ફીમાં ૨૫ ટકા ઘટાડો કરવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તાજેતરમાં અમદાવાદમાં જીટીયુના પદવીદાન સમારોહમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર આવ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર સાથે મળીને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પોઝીટીવ ર્નિણય કરીશું અને ૧ થી ૯ સ્કૂલો ઓફલાઈન શરુ કરવા અંગે કેન્દ્ર સરકારની નવી એસઓપી આવશે જે બાદ રાજ્ય સરકાર ઓફલાઈન સ્કૂલો શરુ કરવી કે કેમ તે અંગે ર્નિણય કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *