Gujarat

સ્ટ્રીટ લાઇટના ધાંધિયાની ફરિયાદોના પગલે કેન્દ્રની એજન્સી પાસેથી મેઇન્ટેનન્સ પરત લેવાશે

ગાંધીનગર
રાજ્યના શહેરી વિસ્તારોમાં સોડીયમ લાઇટને બદલે ઉર્જા બચતના ભાગરૂપે એલઇડી સ્ટ્રીટ લાઇટો નાંખવાની યોજના હેઠળ ઇઇએસએલ કંપની દ્વારા રાજ્યના કેટલાક મહાનગરો સહિત ૧૨૯ નગરપાલિકામાં એલઇડી સ્ટ્રીટ લાઇટો નાંખવામાં આવી છે. હાલ કુલ ૬.૭૭ લાખ જેટલી એલઇડી સ્ટ્રીટ લાઇટો શહેરી વિસ્તારોમાં નંખાઇ છે. આ સાથે સ્ટ્રીટ લાઇટના મેઇન્ટેનન્સની કામગીરી પણ ઇઇએસએલ કંપની દ્વારા સંભાળવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંધ સ્ટ્રીટ લાઇટોની ફરિયાદો વધતા અને ફરિયાદોનો નિકાલ સમયસર નહીં થવાથી સરકાર દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી પરત લેવાની વિચારણા હાથ ધરાઇ છે. બંધ સ્ટ્રીટ લાઇટોની ફરિયાદ સ્વીકારવાથી લઇને તેના નિકાલ સહિતની કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવે છે પરંતુ અનેક વિસ્તારોમાં સ્થાનિક નાગરિકો દ્વારા ફરિયાદો કરવા છતાં તેનો સમયસર ઉકેલ લવાતો નથી. ૬ મહિના સુધી બંધ સ્ટ્રીટ લાઇટો ચાલું કરાઇ નહીં હોવાના કિસ્સા પણ સરકાર સુધી પહોંચ્યા હતાં. જેથી હવે મનપા અને પાલિકાઓને અગાઉની જેમ સત્તા આપવાની વિચારણા થઇ રહી છે.રાજ્યના મહાનગરો અને શહેરી વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટનું મેઇન્ટેનન્સ સંભાળતી કેન્દ્ર સરકારની એજન્સી ઇઇએસએલ પાસેથી મેઇન્ટેનન્સ પરત લઇ લેવાની કવાયત રાજ્ય સરકારે હાથ ધરી છે. મોટાભાગના શહેરી વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના ધાંધિયાની ફરિયાદોના પગલે કેન્દ્રની એજન્સી પાસેથી મેઇન્ટેનન્સ પરત લેવાશે.

Maintenance-of-street-lights-will-be-taken-back-from-the-agency.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *