રાજ્ય સરકારશ્રીનાં માહિતી ખાતા દ્વારા છેવાડાનાં વ્યક્તીને યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુ વિવીધ યોજનાઓની માહિતી સભર પુસ્તીકા, પ્રકિર્ણ, પોસ્ટર અને પુસ્તકોનું સમયાંતરે પ્રકાશન થતુ હોય છે. સાથે સાથે ગુજરાત પાક્ષીક અને રોજગાર સમાચાર સાપ્તાહિક દ્વારા વાંચન શોખીનોને યોજનાઓની જીણામાં જીણી માહિતી સરકારશ્રી દ્વારા પ્રકાશિત પ્રકાશનો દ્વારા પહોંચતી કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવતો હોય છે. તાજેતરમાં જિલ્લા માહિતી કચેરી જૂનાગઢનાં સેવાકર્મીઓએ રાજ્ય સરકારનાં કલ્યાણકારી કાર્યક્રમોમાં સહભાગી બની રહેલ લાભર્થિઓને આવા પ્રકારનાં મેગેજીન, પુસ્તકોનું વિનામુલ્યે હાથો હાથ વિતરણ કરવામાં આવ્યુ હતુ. પ્રકાશન મળ્યાની ખુશી વ્યક્ત કરતા બહાઉદિન કોલેજનાં છાત્ર દર્પણેજણાવ્યુ હતુ કે આજે મને માહિતી વિભાગ દ્વારા વિવીધ પ્રકારના પ્રકાશનો વિનામુલ્યે મળ્યા છે. જે હું મારા જ્ઞાનવર્ધન માટે અભ્યાસ તો કરીશ પણ મારા ઘરે મારા પિતાશ્રી અને મારા આડશો-પડોશના વાંચન શોખીનોને આ સાહિત્ય ક્રમાંતીત પહોંચતુ કરીશ, માહિતી ખાતા દ્વારા આ રીતે પ્રકાશિત થતાં પ્રકાશનો દુર-સુ દુરનાં ગામડાનાં મારા જેવા વ્યક્તિને હાથો હાથ નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરૂ છુ.
