તા.૨૫ એપ્રિલના રોજ યોજાનાર સ્પર્ધા હવે તા.૨૯ એપ્રિલના રોજ યોજાશે
જામનગર તા.૧૨ એપ્રિલ, ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ-૨૦૨૨નું આયોજન કરવામાં આવેલ છે.
જે અન્વ્યે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભમાં વિવિધ કેટેગરી મુજબ માનસિક ક્ષતિગ્રસ્ત સ્પર્ધા તા.૨૫/૦૪/૨૦૨૨ના રોજ યોજાનાર હતિ જે અનિવાર્ય કારણોસર તા.૨૯/૦૦૪/૨૦૨૨ના સવારે ૦૮:૦૦ કલાકે ધનવંતરી મેદન ખાતે યોજાશે. જેથી માનસિક ક્ષતિગ્રસ્તની સ્પર્ધામાં ફોર્મ ભરેલ દિવ્યાંગ ખેલાડીઓએ ત્ત.૨૯/૦૪/૨૦૨૨ના રોજ સમયસર રીપોર્ટીંગ કરવાનું રહેશે. વધુ વિગત માટે ઓમ ટ્રેનીંગ સેન્ટરના ડીમ્પલબેન મેહતા(મો.૯૪૨૯૨૭૦૦૭૧)નો સંપર્ક કરી શકાશે.