મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ આઝાદ પોળ પાસે આવેલ ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર ખાતે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ આવ્યા હતા.તેઓએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી દર્શનનો લાભ લીધો હતો.તેમજ સત્સંગીઓ તેમજ રાજેશ ભાઈ ઠક્કર સાથે ચર્ચા કરી મંદિરનો ભવ્ય ઇતિહાસ જાણ્યો હતો.આ પ્રસંગે ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી તથા કઠલાલ શહેર ભાજપ પ્રમુખ બીપીન ભાઈ પટેલ તથા નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ તેમજ ભાજપ કઠલાલના હોદ્દેદારો અને ભાજપ કાઉન્સેલરો ઉપસ્થિત રહ્યા હતા.


