Gujarat

હજીરા રેલ્વે લાઈન માટે જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ

સુરત
સુરતના ગોથાણથી હજીરા તરફના નવા રેલવે ટ્રેકને મંજૂરી આપ્યા બાદ તેની જમીન સંપાદન પ્રક્રિયા શરૂ થઇ શકે છે. સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત હવે આગામી દિવસોમાં જમીન સંપાદન થાય તેવી પણ શક્યતાઓ છે. ૧૫ જેટલા ગામના ખેડૂતોને તેની અસર થઈ શકે છે. તેના કારણે હવે ખેડૂતો તેનો વિરોધ કરવાનું મન બનાવી ચૂક્યા છે. સુરત ગુજરાત ખેડૂત સમાજની ઓફિસ ખાતે એક સમિતિની રચના કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં આ લડતને ઉપાડશે. નવા રેલવે ટ્રેકને મંજૂરી આપવાની સાથે જ હવે આ મુદ્દા ઉપર આગામી દિવસોમાં હોબાળો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે, ખેડૂતો માની રહ્યા છે કે, અત્યારે જે ટ્રેક છે. તેને જ એક્ષ્પાન્શન કરી દેવું જાેઈએ. જેથી કરીને નવી જમીન લેવાનો કોઈ પ્રશ્ન ન થાય. ગુજરાત ખેડૂત સમાજની ઓફિસ ખાતે આજે અલગ-અલગ ગામના ખેડૂતો હાજર રહ્યા હતાં.તેમણે જે મુશ્કેલી થઈ રહી છે. તે અંગેની તેમણે ચર્ચા પણ કરી હતી. આ રેલવે ટ્રેકની જરૂરિયાત શું છે. તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નવા રેલવે ટ્રેક માટે જાહેરનામું અને રૂટ નક્કી કરવામાં આવ્યું છે. તેનો લાભ માત્ર અને માત્ર ખાનગી કંપનીઓને થવાનો છે. કોઈપણ સરકારી કંપનીને તેનો લાભ થવાનો નથી. તો સરકાર આટલો મોટો ખર્ચ કરીને શા માટે આ રેલવે ટ્રેક લાવવા માટેનો આગ્રહ રાખી રહી છે. સરકાર માત્ર ખેડૂતોના ભોગે ખાનગી કંપની કંપનીઓને લાભ અપાવવા માટેના ર્નિણયો લઈ રહી છે. તેવું દેખાઈ રહ્યું છે. હાલ હયાત જે છે ત્યાં આગળ જ સાઇડીંગ કરવામાં આવે તો પણ નવા ટ્રેકની કોઈ જરૂરિયાત દેખાતી નથી. હજીરામાં હવે કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ શકે તેમ નથી. કારણ કે, ૨૦૦૮માં સેન્ટર ઓફ એન્વાયર્મેન્ટ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજીના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે, હવે આ વિસ્તારની અંદર કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવા માટેનું આયોજન કરી શકાય તેમ નથી. છતાં પણ સરકાર અત્યારે નવા રેલવે ટ્રેક લાવવાની વાત કરી રહી છે. તે ખેડૂત વિરોધી છે. પોતાના જ રિપોર્ટને માન્ય ન રાખી હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. ૩ મીટરના ટ્રેક કરવાને બદલે દોઢ મીટરનો ટ્રેક બનાવવાની વાત કરી રહી છે. તે સ્પષ્ટ બતાવે છે કે, સરકારની મનષા ખોટી છે. વડિયા ગામની અંદર અત્યાર સુધીમાં વિકાસના નામે અલગ-અલગ પ્રકારની જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં રેલ્વે લાઇન, કેનાલ, ગેસ લાઇન, હાઇટેન્શનની ઈલેક્ટ્રીક લાઈન, ક્રિભકોની લાઈન, રીંગ રોડ જેવા અલગ-અલગ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં મોટાભાગની જમીન સંપાદન થઇને હવે ગામ પાસે કોઈ જમીન રહી નથી. સરકાર ડેવલપમેન્ટના નામે સતત જમીન છીનવી રહી છે. અમને જમીન વગરના કરી રહી છે. આ જમીન જે નવો રેલવે ટ્રેક માટેનો ર્નિણય લેવાયો છે. તે માત્ર ને માત્ર અદાણી અને એસ્સાર જેવી કંપનીઓને લાભ આપવા માટેનું કાવતરું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *