Gujarat

હરસ, મસા, ફીશર વગેરેની સારવાર માટે આગામી તા. 8 ઓગસ્ટના ITRA દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન  

જે દર્દીઓને હરસ, મસા, ફીશર અને ભગંદર જેવી સમસ્યા હોય, મળમાર્ગની જગ્યાએ રસી આવવી, દુઃખાવો, બળતરા, ગુમડા, ખંજવાળ આવવી, કબજિયાત રહેવી , લોહી પડવું, મસા બહાર આવવા, ચીરા પાડવા વગેરે જેવી સમસ્યાઓ માટે આગામી તા. 8 ઓગસ્ટ, સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન ઓ.પી.ડી. નં. 1, રુમ નં. 106, પંચકર્મ ભવન, ગુલાબ કુંવરબા આયુર્વેદ હોસ્પિટલ, જૂનું આયુર્વેદ કેમ્પસ, જામનગર ખાતે રાહત દરે નિદાન તેમજ સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય શિબિરનો લાભ લેવા માટે આર.એમ.ઓ. શ્રી ડો. જોયલ પટેલ, ITRA દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *