ઊના શહેરમાં ભાજપ દ્રારા ૧ કિ.મી.લાંબી રેલીમાં તિરંગા ઝંડા સાથે નિકળી હતી. અને શહેરના વિવિધ માર્ગો પર હર ઘર તિરંગા સાથે વંદે માતરમ, ભારત માતાકી જય ના નાદ સાથે ગુજી ઉઠ્યુ હતું. આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડની આગેવાની હેઠળ ભાજપ કાર્યકરો, સામાજીક કાર્યકરો આગેવાનો તેમજ શાળાના છાત્રો સહીતના મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં દરેક વ્યક્તિના હાથમાં તિરંગાના ઝાંડા સાથે નગરપાલીકા ભવન ખાતે થી ત્રિકોણ બાગ, ટાવર ચોક, મુખ્ય બજાર, વડલા ચોક, બસ સ્ટેશન મુખ્ય માર્ગ પર નિકળ્યા હતા. આ ઉપરાંત સેલ્ફી પોઇન્ટ પણ ઉભા કરવામાં આવેલ હતા. આ રેલી વિવિધ માર્ગો પર ફરી ભવન ખાતે પહોચી હતી. .


