મોરબી
હળવદ પોલીસની ટીમને ચરાડવા ગામથી સમલી ગામ જવાના રસ્તે ખરાબાની જમીનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે ઈંગ્લીશ દારૂનો મુદામાલ જપ્ત કરી બે આરોપીને ઝડપી લીધા છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે ચરાડવા ગામથી સમલી ગામ જવાના રસ્તે પંચાસર ગામની સીમમાં દરોડો કર્યો હતો. જેમાં ખરાબાની જમીનમાં રાઈના કુચ્ચાના ઢગલામાંથી ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. જેમાં વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૨૭૬ બોટલ કિંમત રૂ. ૮૨ હજાર ૮૦૦ મળી આવતાં દારૂ અને મોબાઈલ સહીત કુલ રૂ. ૮૭ હજાર ૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેની સાથે પોલીસે આરોપી બાબુભાઈ દુદાભાઈ સાનિયા અને મહેશ આત્મારામભાઇ માકાસણાને ઝડપી લીધા છે. તો અન્ય આરોપી રોહિત ભાણજી માકાસણાનું નામ ખુલતાં આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવવામાં આવી છે. આ કામગીરીમાં હળવદ પીઆઈ એમ વી પટેલ, કે એસ સોલગામા, દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર, ગંભીરસિંહ ચૌહાણ, તેજપાલસિંહ ઝાલા, કમલેશભાઈ પરમાર સહિતની ટીમ જાેડાઈ હતી.

