Gujarat

હળવદના માથકના ખેડૂતે દવા પી લેતા મોત નીપજ્યું

સુરેન્દ્રનગર
હળવદ તાલુકાના માથક ગામે ભરતભાઇ ડાહ્યાભાઇ બારડની વાડીએ કામ કરતા મૂળ છોટા ઉદેપુરના ખડકલા ગામના વતની શૈલેષભાઇ સોમજીભાઇ તડવી, ( ઉંમર વર્ષ- ૩૦ ) નામના ખેત શ્રમિકે ગત.તા.૧૬ જૂનના રોજ કોઇ અગમ્ય કારણોસર ખડ અને તલમાં છાંટવાની દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન એનું મૃત્યુ નિપજ્યું હતું. હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ ખેત શ્રમિકના મોતથી પરિવારજનોમાં ગમગિનીનો માહોલ જાેવા મળ્યો હતો.હળવદ તાલુકામાં માથક ગામે ખેત મજૂરી કરતા છોટા ઉદેપુરના વતની યુવાને તલ અને ખડમાં છાંટવાની દવા ગટગટાવી લીધી હતી. જેથી સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તેનું મૃત્યું નીપજ્યું હતું. આ ખેત શ્રમિકના મોતથી પરિવારજનોમાં ગમગિનીનો માહોલ જાેવા મળ્યો હતો.

The-farmer-died-during-treatment-while-taking-the-drug.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *