Gujarat

હાઈકોર્ટની ચીફ જસ્ટિસે અલગ રહેતા પતિ-પત્નીને એક કરવાની બાબતને મહત્વપૂર્ણ ગણાવી

અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે પતિ-પત્ની વચ્ચે ભરણપોષણના કિસ્સામાં મહત્વપૂર્ણ અવલોકન કર્યા છે. એકબીજાથી અલગ રહેતા પતિ-પત્નીને એક કરવાની બાબતને મહત્વપુર્ણ ગણાવી છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે કહ્યું કે,’પતિ-પત્નીને એક કરવાનો કિસ્સો, ૧૦૦ જેટલા ભરણપોષણ કે ડિવોર્સના ડિલ કર્યા બરોબર છે. જ્યારે કોર્ટ અને વકીલો મારફતે પતિ-પત્ની એક થાય છે, તે કઈક ખાસ હોય છે. તે બન્નેને ભેગા થાય છે, ત્યારે વકીલો સમાજને ખરા અર્થમાં પોતાનું ઋણ ચૂકવે છે’. મુખ્યન્યાયાધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચ સક્ષમ હાથ ધરાયેલ એક ભરણ પોષણના કિસ્સા અંગે સુનાવણી દરમિયાન કોર્ટ બન્ને પક્ષે સમાધાનનો ફોમ્યુલા અપનાવવા કહ્યું હતું. જે બાબતે હવે પછી પત્ની એક થવા તૈયાર છે. પતિ પત્નીને ઓસ્ટ્રેલિયા બોલાવવા પણ માંગે છે. પરંતુ પત્ની ઓસ્ટ્રેલિયા કેવી રીતે પહોંચે તે સવાલ ઉપસ્થિત થયો છે? આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે એક મહત્વપૂર્ણ બાબતની નોંધ લીધી કે ‘જ્યારે પતિ-પત્ની એક થાય છે, તે મોટી અને હકારાત્મક બાબત છે, આ પ્રકારનો એક કિસ્સો, એ ૧૦ કે ૧૦૦ જેટલા ભરણપોષણ કે ડિવોર્સ ડિવોર્સના કિસ્સા ડિલ કર્યા સમાન છે. વકીલો મારફતે તે બંનેએ થાય છે ત્યારે વકીલો ખરા અર્થમાં સમાજ પ્રત્યે ઋણ ચૂકવે છે. પ્રસ્તુત કેસમાં પત્ની કિડનીની બીમારીથી પીડાઈ રહી છે, જેથી પતિએ તેની પાસે તેના રોગ સંબંધિત દસ્તાવેજ પણ મળ્યા છે, જે પતિને ન સોંપવામાં આવતા કોર્ટે ટકોર કરી કે પછી પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનો નાતો છે. જેથી તે દસ્તાવેજાે પૂરા પાડવામાં આવે. સાથે સાથે પતિના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી કે, ‘પતિને તેના પુત્ર સાથે વાત કરવા દેવામાં આવતી નથી’. જેથી કોર્ટે કહ્યું કે, ‘બંને વચ્ચે પિતા-પુત્રના સબંધનું વાતાવરણ સર્જાય, તે માટે પતિને અરજદાર પત્ની પાસે રહેતા પુત્ર સાથે વાત કરવા દેવામાં આવે. કોર્ટે એ પણ ચિંતા વ્યક્ત કરી કે આટલા લાંબા સમય સુધી પિતા સાથે સંપર્કમાં ન હોવાથી પહેલીવાર વીડિયો મારફતે વાત કરતા પુત્ર કદાચ, પિતાને ‘અંકલ’ શબ્દથી સંબોધન કરી શકે! ઓસ્ટ્રેલિયામાં સ્થિત પતિએ પત્નીને ભરણપોષણની રકમ ન ચૂકવતા કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરી હતી. પતિ લગ્ન બાદ વર્ષ ૨૦૦૯થી ઓસ્ટ્રેલિયા રહે છે. પત્ની પ્રેગનેંટ તથા તે ભારત આવી બાળકનો જન્મ થયો. જે બાદ વર્ષ ૨૦૧૨થી પતિ-પત્ની અલગ રહે છે. પત્ની ભારત છે અને પતિ ઓસ્ટ્રેલિયા છે. વર્ષ ૨૦૧૩માં પત્નીએ પતિ સામે ફેમેલી કોર્ટમાં ભરણપોષણનો દાવો માંડ્યો હતો. જે સંદર્ભે ફેમિલી કોર્ટે વર્ષ ૨૦૧૫માં દર મહિને દોઢ લાખ રૂપિયા ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો. જાેકે આ આદેશ પ્રમાણે તે રકમ ન ચૂકવવામાં આવતા કન્ટેમ્પટની અરજી કરવામાં આવી હતી.

Gujarat-High-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *