નિઝામુદ્દીન બાવા ની દરગાહ પર અંકલેશ્વરના કાપોદ્રા થી 40 જેટલા ભક્તો ૧૫૦ કિલોમીટર નો અંતર કાપી પગપાળા બોડેલી ના જબુગામ ખાતે આવી પહોંચ્યા
કોમી એકતાના પ્રતીક અને ઘરે ઘરે ગાયો પાડનાર નો ઉપદેશ આપનાર હઝરત નિઝામુદ્દીન બાવા ના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા થી ચાલીસ જેટલા શ્રદ્ધાળુઓ પગપાળા ૧૫૦ કિલોમીટર નો સફર ખેડીને જબુગામ ખાતે આવી પહોંચ્યા હતા
હઝરત નિઝામુદ્દીન બાવા ના જન્મદિવસના મોકા પર ભક્તો હાજરી આપવા માટે અંકલેશ્વર તાલુકા થી પગપાળા જવા નીકળ્યા હતા જબુગામ ખાતે સલીમ ભાઈ મિર્ઝા ઈસ્માઈલ ભાઈ દિવાન ના ઘરે ભક્તો એ હાજરી આપી હતી સલીમભાઈ ઈસ્માઈલ ભાઈ ના ઘરે ભક્તો દ્વારા ભજન કર્યું હતું ત્યારબાદ ભોજન લીધા બાદ ભક્તો જબુગામ થી છોટાઉદેપુર જવામાટે રવાના થયા હતા
સરકાર હઝરત નિઝામુદ્દીન બાવા ના જન્મદિવસ ને લઈ ભક્તોમાં ખુશી જોવા મળી હતી અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


