Gujarat

હિંમતનગરમાં ડ્રગ્સ સાથે ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે

સાબરકાંઠા
ગુજરાત જાણે ડ્રગ્સમાફિયાઓ માટે મોટું હબ બની રહ્યું છે અને ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે હિંમતનગરના સબજેલ આગળથી જૂની સિવિલથી મહેતાપુરા જતી મોપેડ જીજે-૦૯-ડીડી-૫૫૯૧ ઉપર માદક પદાર્થ લઈને બે જણા જઈ રહ્યા છે. જેને લઈને એસઓજીના પી.એસ.આઈ. જી.એસ.સ્વામી સહીત સ્ટાફે વોચ રાખી સબજેલ આગળ મોપેડ કોર્ડન કરી ચાલક હિંમતનગરના મોહમદ કાબીલ ચોરીવાલા અને પાછળ બેસેલ કૃણાલ રજનીકાંત પંચાલને પકડી લીધા હતા. તેમની પાસે ખિસ્સામાંથી માદક પદાર્થ મેફાડ્રોન નો ૩૫ ગ્રામ જથ્થો કીમત રૂ.૩ લાખ ૫૦ હજાર મળી આવ્યું હતું. આ માદક પદાર્થનો જથ્થો હિંમતનગરના ચાંદનગરમાં રહેતા લાલા કુરેશી તથા રાજસ્થાનના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાણે હિંમતનગરમાં વેચાણ માટે આપેલ હતો. એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે આરોપીઓ હિંમતનગરમાં રહેતા જુદા જુદા તેમના ગ્રાહકોને આપવાનું હતું. તમામ ૧૦ આરોપીઓ પૈકી હિંમતનગરના નવ આરોપીઓને એસઓજીએ ઝડપી લીધા હતા. કોટડા છાવણીનો એક ફરાર થઇ ગયો હતો. હિંમતનગર બી ડીવીઝન પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ૧૦ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગરમાં એમડીને કોડવર્ડ તરીકે રજ્જાે કહે છે. વેચનાર અને ખરીદી કરનારા લોકો તો ઉપયોગ કોઈ ગુટખામાં મિક્ષ કરીને તો કોઈ દાંતમાં લગાવી, સુંઘી એમ અલગ અલગ રીતે યુવાનો નશો કરી રહ્યા છે. પકડાયેલા બંને શખ્સોની પૂછપરછ હાથ ધરતાં બંને જણાએ એમ.ડી. ડ્રગનો જથ્થો શહેરના ચાંદનગરમાં રહેતા મહમંદ રફીક ઉર્ફે લાલો મહંમદ હનીફ કૂરેશી અને રાજસ્થાનના કોટડા છાવણીમાં રહેતા સમુનખાન પઠાણે વેચાણ માટે આપ્યો હતો અને આ માદક પદાર્થ હિંમતનગરના સોહીલ મોડાસીયા, નજફ સૈયદ, ટીલુ બાપુ, શ્રીપાલસિંહ રાઠોડ, સૌરભ સુથાર અને અબ્રાર અહેમદે મંગાવ્યાની કબૂલાત કરતાં તમામ ૯ જણાંની અટકાયત કરી સમુનખાન પઠાણને પકડવા તજવીજ હાથ ધરાઇ છે. એસ.ઓ.જી.એ ડ્રગનું વેચાણ કરનાર અને સપ્લાયરને ઝડપી લીધા બાદ ડ્રગનું સેવન કરતા ૬ નશેડીઓને ઝડપી લેતા પરિવારો પર આભ તૂટી પડ્યુ છે. તેમના જણાવ્યાનુસાર તેમને ભનક પણ લાગી નથી કે સંતાન ડ્રગના રવાડે ચઢી ગયું છે બધામાં એક વસ્તુ કોમન જાેવા મળી હતી કે પરિવારોએ તેમના સંતાનોનો સ્વભાવ ચિડિયો બની ગયાનું જણાવ્યુ હતું. ચોધાર આંસૂએ રડતા વાલીઓની સ્થિતિ પણ કડોડી બની છે. હિંમતનગરના પીપલોદી નજીક એક શોરૂમ આગળથી નવેમ્બર-૨૦૨૧ માં સાબરકાંઠા જિલ્લાની એસઓજીની ટીમે ૩૪૮ ગ્રામ કિં.૩૪.૮૦ લાખનું એમડી ડ્રગ લઈને જઈ રહેલ પેડલર ઈરશાદ ખાન અયુબ ખાન પઠાણ (રહે. પતરાવાળી મસ્જિદની બાજુમાં ઝહીરાબાદ) ને પકડી પાડ્યો હતો.હિંમતનગરમાંથી એસઓજીએ ૩૫ ગ્રામ (એમડી) ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. નવ આરોપીઓની ધરપકડ કરી અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. બી ડીવીઝન પોલીસે ૧૦ આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

File-02-page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *