Gujarat

હિંમતનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનું કાર્યકર્તા સંમેલન

સાબરકાંઠા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો થોડા દિવસોમાં જાહેર થવાની છે. ત્યારે, હવે રાજકીય પક્ષોએ કાર્યકર્તા સાથે સંવાદ કરવાનો દોર શરુ કરી દીધો છે. હિમતનગરમાં ડૉ. નલીનકાંત ગાંધી ટાઉન હોલમાં જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં, બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ ડૉ. કે.લક્ષ્મણજી અને પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં તમામ સમાજને ધ્યાનમાં રાખી કયાંય અન્યાય થવા દીધો નથી. જ્યારે કોંગ્રેસની સરકારે ઓબીસી સમાજનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો હતો.જે રાજ્યોમાં ભાજપની સરકાર છે. ત્યાં તમામ સમાજનું હિત જાળવી સામાજિક સમરસતાનું ઉત્તમ કામ પણ ભાજપની સરકાર કરે છે. તો વધુમાં ઓબીસી માં આવતા તમામ વર્ગોને સરકારના મળતા લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે હિંમતનગર શહેરમાં સિવિલ સર્કલ થી બાઇક રેલી પ્રસ્થાન કર્યું હતું. જેમાં, ડૉ. કે. લક્ષ્મણજી અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર જાેડાયા હતાં. તો, રેલી ટાવર ચોક થઈને ડૉ. નલીનકાંત ગાંધી હોલમાં કાર્યકર્તા સંમેલનમાં પહોંચી હતી. જ્યાં, મહિલા મોરચા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તા સંમેલનમાં ઓબીસી સમાજમાં આવતા તમામ સમાજના આગેવાનોએ અને જિલ્લા ભાજપ સંગઠને ડો. કે.લક્ષ્મણજીનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મયંકભાઇ નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ, દીપસિંહ રાઠોડ, કું. કૌશલ્યાકુંવરબા પરમાર, ભાજપ અગ્રણી ગોપાલસિંહ રાઠોડ, રાજુભાઇ પંચાલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, આઇ.ટી.ના સિદ્ધાર્થ પટેલ, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કમલેશભાઈ બારોટ, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી હર્ષદ મિસ્ત્રી આગેવાનો સહીત મોટી સંખ્યામાં મહિલા મોરચા, યુવા મોરચાના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *